GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સુરત : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમનું 1,82,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું

સુરત અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વર્ષી રહ્યો છે. ત્યાં બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી પણ વધી રહી છે. ઉકાઈ ડેમમાંથી તંત્ર દ્વારા 1,82,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સુરત નો વિયર કમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને તાપી નદી બને કાંઠે વહી રહી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે તેમ જ ઉકાઇમાંથી છોડવામાં આવી રહેલ પાણી ન પગલે તાપી જિલ્લાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરત નું વહીવટી તંત્ર અને જિલ્લા કલેકટર દ્વારા વરસાદ અને ઉકાઈ ડેમની વધતી સપાટી પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માં ભારે વરસાદ ના પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. ગત રોજ હાથનુંર ડેમમાંથી આશરે અઢી લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યુ છે. જેના કારણે ઉકાઈ ડેમ ની સપાટીમાં ઉત્તરોઉતર વધારો થઈ રહ્યો છે. હાલની સપાટીની વાત કરીએ તો ઉકાઈ ડેમ ની સપાટી 334.01 ફૂટ સુધી પહોંચી છે. જ્યાં 5,60,743 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

તો  1,85,521 ક્યુસેક પાણી નું ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. કાંકરાપાર ની સપાટી હાલ ની સપાટી  169.30 ફૂટ  પોહચી છે..જ્યારે ડિસ્ચાર્જ 1,92,300 ક્યુસેક રહ્યો છે. આ સાથે સુરત વિયર કોઝવે 9.12 મીટર ની સપાટી પર પોહચ્યો છે. ઉજાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ના કારણે સુરતનો વિયર કમ કોઝવે ગરકાવ થયો છે. જ્યારે કોઝવે ની સપાટી પરથી પાણીનો મોટો પ્રવાહ તાપી નદીમાં જતા નદી બંને કાંઠે વહી રહી છે.

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે તંત્ર દ્વારા તાપી જિલ્લાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે તેની કોઈ અસર સુરત અથવા જિલ્લામાં થવાની નથી તેવું સ્પષ્ટ સુરત જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે. લોકોને તાપી નદીના કાંઠે ન જવા અને અફવાઓ પર ધ્યાન  ન આપવાની પણ કલેકટરે અપીલ કરી છે.

Read Also

Related posts

અડધુ અમદાવાદ કન્ટેઇનમેન્ટ ઝોનમાં: નવા 167 એરિયા સાથે યાદી લાંબી થઇ, ચેક કરી લો તમારો વિસ્તાર તો નથી ને!

Bansari

બલદાઇ ગયા છે પાવર ઑફ એટર્નીના નિયમો: આ કામ નહીં કરો તો દસ્તાવેજ નહીં થાય

Bansari

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!