GSTV

સુરત : હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે મહિલાઓના કપડાં ઉતરાવાયા, અપરિણીતને પૂછાયા પ્રેગનન્સીના સવાલ

સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મહિલા કર્મીઓને સાથે ઉભી રાખી નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યા. મહિલાઓને કાયમી કરવા માટે હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે. હોસ્પિટલના તંત્રની કરતૂતના કારણે હોસ્પિટલનું તંત્ર ફરીવાર વિવાદમાં આવ્યુ છે. આક્ષેપ મુજબ મહિલા ડોક્ટર્સે મહિલા કર્મચારીઓને 10-10ના જૂથમાં એક ઓરડામાં નિર્વસ્ત્ર કરીને ફિઝિકટ ટેસ્ટની સાથે પ્રેગનન્સી ટેસ્ટ પણ કર્યા અને અંગત પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ચોંકાવનારી વાત એ છે કે અપરિણીત મહિલાઓને પણ પ્રેગ્નન્સી અંગે પ્રશ્નો પૂછાયા છે. 100 મહિલાઓના આ રીટે ટેસ્ટ લેવાયા હોવાની ચર્ચાઓ છે.

મહિલા ટ્રેઈની ક્લાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થતા ટેસ્ટ લેવાયા

હોસ્પિટલમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટના નામે અંગત સવાલ પૂછવામાં આવ્યા હતા. ઘટના બાદ કર્મચારી યુનિયને મનપાના કમિશનરને ફરિયાદ કરી છે. મહિલા ટ્રેઈની ક્લાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ આ ટેસ્ટ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ ઘટના બાદ મહિલા આયોગને પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ?

શું કહ્યું કર્મચારી યુનિયનના મહામંત્રી અહેમદ શેખે

કર્મચારી યુનિયનના મહામંત્રી અહેમદ શેખે મ્યુનિ.ના અધિકારીઓને રજુઆત કરતા કહ્યું હતું, ત્રણ વર્ષ તાલિમાર્થી તરીકે પુર્ણ કરનારા ક્લાર્કોને કાયમી કરતા પહેલા મેડિકલ ટેસ્ટ થાય છે તેમાં અતિરેક થઈ રહ્યો છે. તેઓએ લેખિતમા ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે, મહિલા કર્મચારીઓને એક સાથે નગ્ન અવસ્થામાં તપાસ કરવામા આવે છે જે કૃત્ય સંપુર્ણપણે વખોડવા પાત્ર છે. એક પછી એક તપાસ કરવી જોઈએ. સામુહિક રીતે તપાસ કરવી ગેરકાનુની નહી પરંતુ માનવતા વિરૂધ્ધ છે જેથી આ કામગીરી તાત્કાલિક બંધ થવી જોઈએ. આ ઉપરાંત પ્રેગનન્સી અંગે પણ અજુગતા સવાલ પુછવામા આવે છે તે પણ બંધ થવા જોઈએ.

મ્યુનિ.માં ભારે હંગામો

એક સાથે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને મેડિકલ ટેસ્ટ થતો હોવાનો ગંભીર આક્ષેપ બાદ ડે. કમિશ્નર આશીષ નાયકે ફરિયાદ અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવી વાત કરી છે. આ પ્રકારની ફરિયાદ બાદ મ્યુનિ.મા ભારે હંગામો થઈ ગયો છે અન્ય યુનિયન દ્વારા આવી કોઈ ફરિયાદ તેમને મળી ન હોવાથી ફરિયાદ સામે પણ શંકા કરી રહ્યા છે. જોકે, સમગ્ર તપાસ બાદ જ આ સમગ્ર કિસ્સામા તથ્ય બહાર આવશે.

READ ALSO

Related posts

PM મોદીએ દિવો પ્રગટાવતી તસ્વીરો કરી શેર, હિરાબાએ પણ દિપ પ્રાગટ્યને આપ્યુ સમર્થન

Arohi

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!