GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં ગુરૂપુર્ણિમાનાં પાવન દિવસે સાર્વત્રિક શ્રીકાર મેઘમહેર વરસી હતી. જેમાં 60 થી વધુ તાલુકા મથકોએ 1 થી 16 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ આજે દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં અનરાધાર 19 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હોય એમ 12 ઇંચ વરસાદથી ખાનાખરાબી પણ સર્જાઇ હતી. આ ઉપરાંત આજે કોડીનાર પંથકમાં 8 ઇંચ તથા સુત્રાપાડા, વિસાવદર અને માળીયાહાટીનામાં 4 ઇંચ તેમજ ખાંભા અને ગીરગઢડામાં 3 ઇંચ વરસાદ નોંધપાત્ર રહ્યો હતો. પોરબંદરમાં પણ ચાર કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગ્રામીણ વિસ્તારોમાં 4 થી 6 ઇંચ મેઘકૃપા

કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં 4 થી 6 ઇંચ મેઘકૃપા વરસી હતી. આજની ધીંગી મેઘમહેરનાં પગલે નદી – નાળામાં પુર આવ્યા હતા. ચેકડેમો છલકાયા હતા. મોટા જળાશયોમાં નવા નીરની આવક ચાલુ થઇ હતી. વાવેતર ઉપર કાચા સોના જેવા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ધીંગી મેઘમહેર વરસી હતી. ખંભાળીયા શહેરમાં આજે બપોર બાદ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને અનરાધાર 19 ઇંચ વરસાદ વરસી જતાં ખાનાખરાબી પણ સર્જાઇ હતી. સર્વત્ર જળબંબાકાર થવાથી અનેક વિસ્તારોમાં મકાનો – દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

ખંભાળિયામાં અનરાધાર 19 ઇંચ વરસાદ વરસ્યો

કેટલાક સ્થળોએ કાચા મકાનોની દિવાલો અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સાંજે 6 થી 8 વાગ્યા વચ્ચે જ આભ ફાટયું હોય એમ બે કલાકમાં ખંભાળિયાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો. પણ આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આજે કલ્યાણપુરમાં 7 અને દ્વારકામાં ચાર ઇંચ, ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાટીયામાં પણ વધુ દોઢ ઇંચ મેઘકૃપા થઇ હતી. રાજકોટ શહેરમાં આજે સવારથી ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો અને સાંજ સુધીમાં દોઢથી બે ઇંચ વરસી જતાં ઠંડક પ્રસરી હતી. એ જ રીતે આજે રાજકોટ જિલ્લાનાં લોધીકા, ધોરાજી અને પડધરીમાં પણ દોઢ ઇંચ તેમજ જામકંડોરણા અને ગોંડલમાં એક ઇંચ તથા જસદણ અને જેતપુરમાં પોણો ઇંચ ઉપરાંત કોટડાસાંગાણીમાં અડધો ઇંચ અને ઉપલેટા – વિંછીયામાં હળવા ઝપટા વરસ્યા હતા. ઉપલેટાનાં મોટી પાનેલીમાં આજે ધોધમાર ચાર ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર થયો હતો.

બે કલાકમાં ખંભાળિયાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ અવિસ્ત મેઘકૃપા થઇ હતી. સુત્રાપાડામાં ચાર ઇંચ અને ગીરગઢડામાં ત્રણ ઇંચ વરસાદથી ઠેર – ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં છ ઇંચ સુધી વરસાદ પડતા નદીઓમાં પુર આવ્યા હતા. ઉના અને તાલાલામાં બે ઇંચ તથા વેરાવળ અને કોડીનારમાં દોઢ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. ગીરગઢડાનાં જંગલમાં ચાર ઇંચ જેવા વરસાદથી રાવલ ડેમ ઓવરફલો થયો હતો. ડોળાસામાં આજે વધુ બે ઇંચ મેઘમહેર વરસી હતી. કોડીનાર તાલુકામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 5 થી 8 ઇંચ વરસાદ ખાબક્યાના અહેવાલો મળી રહ્યા છે.

કોડીનાર તાલુકામાં અંદાજીત 5 થી 8 ઇંચ વરસાદ

કોડીનાર તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્ય વિસ્તારો, ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાલા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચારિયા, પેઢાવાળા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે 2 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થઇને 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર થયો હતો.શિંગોડા નદી અને સોમત નદી સજીવન બની હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કોડીનાર – વેરાવળ હાઇવે પર પેઢાવાડા પર સોમાત નદીમાં ભારે પાણી આવતા અને વડનગર – અરણેજ વચ્ચે ફાચરીયા પાસે પાણી આવતા બન્ને જગ્યાએ વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જ્યારે કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં આજે વધુ 2.5 ઇંચ વરસાદ સાથે મૌસમનોકુલ વરસાદ 341 મી.મી. 14 ઇંચ નોંધાયો છે. કોડીનાર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વ્હાલ વરસાવતા વધુ દોઢ ઇંચ વરસાદ પડતા ગરમીમાં રાહત મળી હતી. જામનગર જિલ્લામાં આજે સવારથી સાંજ સુધીમાં કાલાવડ અને ધ્રોલમાં અઢી ઇંચ તથા લાલપુર અને જામજોધપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જોડિયામાં એક ઇંચ અને જામનગરમાં અડધો ઇંચ વરસાદથી માર્ગો પાણી – પાણી થયા હતા. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બે – ત્રણ ઇંચ વરસાદ પણ વરસી જતાં ખેડૂતો ખુશ થયા છે.

અમરેલી જિલ્લામાં આજે પણ મેઘસવારી યથાવત રહી હતી. સૌથી વધુ ખાંભામાં આજે ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં સૃથળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે રાજુલા અને ધારીમાં અઢી ઇંચ તથા જાફરાબાદમાં બે ઇંચ ઉપરાંત લાઠી, સાવરકુંડલા અને બગસરામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. અમરેલીમાં આજે એક ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડીયા અને લીલીયામાં પોણો ઇંચ તેમજ બાબરામાં વધુ અડધો ઇંચ મેઘમહેર વરસી હતી. મોરબી જિલ્લામાં ગઇકાલ બાદ આજે પણ વાંકાનેર અને ટંકારામાં ધોધમાર અઢી વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબોળ થયા હતા. જ્યારે મોરબીમાં માત્ર 7 મી.મી. વરસાદ નોંધાયો હતો. એ જ રીતે આજે પોરબંદર જિલ્લામાં આજે શ્રીકાર મેઘમહેર વરસી હતી.

અમરેલી જિલ્લામાં આજે પણ મેઘસવારી યથાવત રહી

જેમાં પોરબંદરમાં પાંચ ઇંચ, રાણાવાવમાં 8 ઇંચ અને કુતિયાણામાં ચાર ઇંચ વરસાદથી સર્વત્ર પાણી – પાણી થઇ ગયું હતું. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી મેઘરાજાની મહેર ઉભરાતા વિસાવદર અને માળીયાહાટીના પંથકમાં ધોધમાર સ્વરૂપે ચાર – ચાર ઇંચ પાણી પડતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. નદી – નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. જ્યારે જિલ્લામાં એક થી બે ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયાહાટીનામાં ગતરાત્રે મેઘમહેર ઉતરતા અઢી ઇંચ થી વધુ વરસાદ બાદ આજે દિવસ દરમ્યાન દોઢ ઇંચ સાથે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરમાં આજે સવારથી મેઘકૃપા વરસતા ચાર ઇંચ પાણી પડયું હતું. જ્યારે ભેંસાણમાં બે અને માણાવદરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ

ખંભાળિયા19
કોડીનાર ગ્રામ્ય8
રાણાવાવ8
પોરબંદર8
કલ્યાણપુર7
કુતિયાણા4
સુત્રાપાડા4
વિસાવદર4
મા.હાટીના4
ગડુ શેરબાગ4
મોટી પાનેલી4
દ્વારકા4

તેવી રીતે જૂનાગઢમાં મેંદરડામાં દોઢ કેશોદ, વંથલી, માંગરોળમાં એક – એક ઇંચ વરસાદ પડયો છે. હજુ મેઘમહેર ધીમીધારે ચાલુ છે. પરિણામે સર્વત્ર ખુશી છવાઇ ગઇ છે. ગિરનાર અને દાતાર પર્વત ઉપર દોઢીથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયાના ગડુ શેરબાગમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર થયો હતો. ભાવનગર જિલ્લામાં આજે મહુવામાં ધોધમાર બે ઈંચ તેમજ ગારીયાધાર, સિંહોર, જેસર, પાલીતાણા, તળાજા, ગઢડા, વલ્લભીપુરમાં અડધાથી એક ઈંચ મેઘમહેર થઈ હતી. એ જ રીતે બોટાદ જિલ્લામાં આજે ગઢડા અને રાણપુરમાં એક ઈંચ તથા બોટાદ અને બરવાળામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચુડા અને સાયલામાં મુશળધાર બે ઈંચ, મૂળી અને થાનગઢમાં એક ઈંચ તથા ચોટીલા અને લખતરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

મૂળીના ટીડાણા ગામમાં વીજળી પડતાં યુવાનનું મોત

મૂળી તાલુકાના ટીડાણા ગામે રહી ખેતીનો વ્યવ્સાય કરતા કુટુમ્બના મોભી એવા 33 વર્ષીય મહેન્દ્રભાઇ નથુભાઇ રેવર પોતાની વાડીમાં કામ કરતા હતા તેવામાં ચમકારા મારતી વીજળી પડતાં તેમનું કરૂણ મોત થતાં અરેરાટી ફેલાઇ હતી. મૂળી પંથકમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. અમુક ગામોમાં વરસાદ શરૂ થતાં જ કડાકાભડાકા સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. 

સીમમાં વાડીએ કામ કરતા મહેન્દ્રભાઇ પર અચાનક લબકારા મારતી વીજળી પડતાં તેમને સારવાર આૃર્થે મૂળીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ટંકારામાં કચેરીની બાજુમાં તા. 3 ના રોજ વીજળી પડતાં તાલુકા પંચાયતના કોમ્પ્યુટર 2, પ્રિન્ટર 1, રાઉટર 1, જીસ્વાન મોડેમ 1, પંખા 10, ટયુબ લાઈટ 7ને નુકસાન થયું હતું.

READ ALSO

Related posts

BIG NEWS: વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગથી હડકંપ, અમેરીકી પ્રમુખને છોડવી પડી પત્રકાર પરિષદ

pratik shah

અર્થતંત્રને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા અને આર્થિક મહામારીમાંથી બહાર લાવવા નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાનની સલાહ

pratik shah

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!