GSTV

સૂરજ પંચોલીએ તોડ્યું મૌન, ‘દિશા સાલિયાનને ઓળખતો જ નથી’

સૂરજ પંચોલી

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ મહારાષ્ટ્રના ભાજપના નેતા નારાયણ રાણેએ પોતાના નિવેદનમાં સૂરજ પંચોલી સામે ગંભીર આરોપો દાખલ કર્યા હતા. તેમણે સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનની આત્મ હત્યાના મામલે પંચોલી સામે આક્ષેપો કર્યા હતા. રાણેએ સુશાંત અને દિશાના મોત સાથે કનેક્શન છે તેમ જાહેર કર્યું હતું. દિશાના મોતને તેમણે આત્મ હત્યા નહીં પરંતુ રેપ અને મર્ડર ગણાવ્યું હતું. હવે એક મુલાકાતમાં સૂરજ પંચોલીએ આ આક્ષેપો સામે પોતાનું મૌન તોડ્યું છે.

સૂરજે તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા

સૂરજે તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે તો એટલે સુધી કહ્યું હતું કે હું કયારેય દિશા સાલિયાનને મળ્યો પણ નથી. ના તો તેણે ક્યારેય દિશા સાથે પાર્ટી કરી હતી. સૂરજ પંચોલીએ જણાવ્યું હતું રાણેનું કહેવું છે કે મારા ઘરે પાર્ટી થઈ હતી અને મારે સુશાંત સાથે કનેક્શન હતું.  મારા ઘરે કોઈ પાર્ટી થઈ નથી કે હું કોઈને ત્યાં પાર્ટીમાં ગયો નથી. મહત્વની વાત તો એ છે કે મારી પાસે કોઈ પેન્ટહાઉસ છે જ નહીં અને હું વરસોવામાં પહેલા માળે રહું છે.

આ બધું મારી કરિયર ખતમ કરવા માટે થઈ રહ્યું છે

રાણેને આ વાત કોણે કરી કે પછી તેમને બધું જ વોટ્સએપથી જ ખબર પડે છે. હું 13મી જૂને મારા ઘરે જ હતો અને આ બધું મારી કરિયર ખતમ કરવા માટે થઈ રહ્યું છે.તેણે ઉમેર્યું કે જે લોકો મારી સામે આક્ષેપો કરી રહ્યા છે તેમને હું પડકાર ફેંકુ છું કે તેઓ પુરવાર કરી દેખાડે. મારી એક મિત્ર સાથેના ફોટોને તેમણે દિશાને જોડી દીધી છે. હું તેને ઓળખતો પણ નથી અને મારે તેની સાથે કોઈ લેવા દેવા પણ નથી.

Read Also

Related posts

આ વ્યક્તિએ જીવિત કબુતરોથી બનાવ્યું ચિત્ર, જોનારા પણ વિચારમાં પડી ગયા, જુઓ આ વીડિયો

Mansi Patel

રોજ 4GB સુધીનાં ડેટા અને ફ્રી કૉલિંગવાળા બેસ્ટ પ્લાન, કિંમત 300 રૂપિયા કરતાં પણ ઓછી

Mansi Patel

WhatsApp ચેટ લીકના કારણે ઉઠ્યો લોકોને વિશ્વાસ, આ એપ બની રહી છે યૂઝર્સની પ્રથમ પસંદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!