GSTV

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Last Updated on June 21, 2021 by Vishvesh Dave

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના ઇરાદા ઊંચા હોય, તો પછી કોઈ તેને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં. મધ્યપ્રદેશના સતના જિલ્લાના રહેવાસી સુરભી ગૌતમે પણ આવું જ કંઈક કર્યું છે. વર્ષ 2016 માં યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષામાં સુરભી ગૌતમ 50 મા રેન્ક મેળવ્યો હતો. આ એ જ સુરભી છે, જેની બાળકો અંગ્રેજીમાં નબળા હોવાને કારણે ક્લાસમાં મજાક ઉડાવતા હતા. પરંતુ તેની નબળાઇને સૌથી મોટી શક્તિ બનાવીને, સુરભી ગૌતમે આઈએએસ પરીક્ષા પાસ કરી અને મજાક ઉડાવનારાઓને જવાબ આપ્યો.

સુરભી ગૌતમ શરૂઆતથી જ ભણવામાં સારી હતી. પરંતુ હિન્દી માધ્યમમાં અભ્યાસ કરવાને કારણે તેની અંગ્રેજી નબળી હતી. જેના કારણે તેણી ઘણી વખત વર્ગમાં શિક્ષકના પ્રશ્નોના જવાબ આપી શકતી ન હતી. તેની મજાક પણ ઉડાવાતી હતી. ધોરણ 12 માં તાવ હોવાને કારણે, 15 દિવસ માટે તેને 15 કિમી દૂર ડોક્ટર પાસે ચેકઅપ માટે જવું પડ્યું. આવી સ્થિતિમાં પણ સુરભીએ તેનું ધ્યાન ભણવામાંથી વાળ્યું નહીં અને સારા ગુણ સાથે 12 માની પરીક્ષા પણ પાસ કરી.

બારમુ ધોરણ પૂરૂ કર્યા પછી, સુરભીએ સ્ટેટ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા પણ સારા માર્ક્સ સાથે પાસ કરી. ભોપાલની એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. અહીં તેમને નબળા અંગ્રેજીને કારણે હીન ભાવના ના શિકાર બનવું પડ્યું અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે પછી તેણે અંગ્રેજી પર સૌથી વધુ ભાર મૂક્યો. આને કારણે તેની અંગ્રેજી થોડા દિવસોમાં સારી થઈ ગઈ. આ માટે તેને એન્જિનિયરિંગ કોલેજમાં એવોર્ડ પણ મળ્યો હતો.

સુરભીએ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ પાસ કરી છે,

તેણીએ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યાની સાથે જ કોલેજ પ્લેસમેન્ટ સમયે સુરભીને ટીસીએસમાં નોકરી મળી. પરંતુ સિવિલ સર્વિસીસની ઈચ્છાને કારણે તેણે નોકરી વચ્ચે છોડી દીધી. આ પછી તેણે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી. આ દરમિયાન તેની ISRO, BARC, GTE, MPPSC, SAIL, FCI, SSC અને દિલ્હી પોલીસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદગી પામી.

આ સિવાય તેની 2013 માં IES સર્વિસિસ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. આ પરીક્ષામાં તેણે ઓલ ઈન્ડિયા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તે જ સમયે, 2016 માં તેણીએ આઈએએસ પરીક્ષા પણ ક્રેક કરી હતી અને આઈએએસ અધિકારી બની હતી. જ્યારે સુરભિને આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, જો વ્યક્તિમાં દ્રડ સંકલ્પ છે, તો તે કોઈપણ પરીક્ષા પાસ કરી શકે છે.

ALSO READ

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!