GSTV

શરદ પવારથી નારાજ અજીતને સુપ્રિયાએ મનાવ્યા, સુશાંત મામલે પવાર પરિવારમાં ડખા થયા

અજીત પવારના પુત્ર પાર્થ પવારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી તેના કારણે પવાર પરિવારનો ઝગડો ફરી જાહેરમાં આવી ગયો છે. મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકાર સીબીઆઈ તપાસની વિરૂધ્ધ છે. એનસીપી ઉધ્ધવ સરકારમાં ભાગીદાર છે ત્યારે પાર્થના નિવેદને આશ્ચર્ય સર્જ્યું હતું. આ માગથી અકળાયેલા શરદ પવારે પાર્થને અપરિપક્વ ગણાવીને જાહેરમાં તેની ટીકા કરી હતી. પવારે કહ્યું કે, પાર્થે કરેલી માગણીનું કોઈ મહત્વ નથી કેમ કે તેનામાં પરિપક્વતા નથી. પવારે પોતાને મુંબઈ પોલીસમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પણ કહ્યું હતું.

અજીતે પાર્થને જાહેરમાં ઉતારી પાડવા બદલ નારાજગી બતાવી

આ વલણ સામે અજીત પવારે શરદ પવારને મળવા પહોંચી ગયા હતા. અજીતે પાર્થને જાહેરમાં ઉતારી પાડવા બદલ નારાજગી બતાવી હોવાનું કહેવાય છે. સામે પવારે પણ પાર્થને જાહેરમાં નિવેદનો કરતાં પહેલાં પક્ષને પૂછવાનું કહેતાં અજીત નારાજ થઈને નિકળી ગયા હતા. અજીતની નારાજગી દૂર કરવા સુપ્રિયા શૂલે ગુરૂવારે અજીત પવારને મળવા મંત્રાલય પહોંચી ગયાં.

અજીતે શરદ પવારને ફોન કરીને માફી માંગી હોવાનું કહેવાય છે

બંને વચ્ચે ૧૫ મિનિટ સુધી વાત થઈ પછી અજીતે શરદ પવારને ફોન કરીને માફી માંગી હોવાનું કહેવાય છે. શરદ પવારનો દીકરો પાર્થ પણ શરદ પવારને મળવા માટે પહોંચ્યો હતો. અજીત પવાર એ એનસીપીનો ભાવી નેતા છે. શરદ પવારના નિવેદનને કારણે પાર્થની રાજકીય કારકીર્દીને અસર પહોંચે તેવી સંભાવનાથી અજિત પવાર નારાજ થયા હતા.

READ ALSO

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!