GSTV

સુપ્રીમનો ચુકાદો આવકાર્ય, રિવ્યૂ પિટિશન નહીં : સુન્ની વકફ બોર્ડ

Last Updated on November 10, 2019 by Mayur

અયોધ્યામાં આખરે રામ મંદિર અને મસ્જિદ બન્ને બનાવવામાં આવશે. જોકે જે વિવાદિત સ્થળ છે ત્યાં મંદિર બનશે જ્યારે મુસ્લિમો માટે અયોધ્યામાં જ અલગથી પાંચ એકર જમીન મસ્જિદ માટે ફાળવવામાં આવશે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જેનું મુસ્લિમ પક્ષકારોએ પણ સ્વાગત કર્યું છે, સાથે એવી સ્પષ્ટતા પણ કરી દીધી કે જે હવે સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન નહીં કરીએ. મુસ્લિમો વતી દલીલો કરનારા કેન્દ્રીય સુન્ની વકફ બોર્ડના ચેરમેન ઝફર અહેમદ ફારૂકીએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. સાથે જ આ ચુકાદાને પડકારતી રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવાનું પણ અમારૂ કોઇ જ આયોજન હવે નથી. 

જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ માત્ર જે ચુકાદો આવ્યો તેને વાંચી રહ્યા છીએ અને તેનો અભ્યાસ કર્યા બાદ જ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે કોઇ નિવેદન જારી કરવામાં આવશે પણ હાલ રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવાનું કોઇ જ આયોજન બોર્ડનું નથી.  આ પહેલા બોર્ડના કાઉન્સેલ ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે આ ચુકાદામાં અનેક વિરોધાભાસ છે, અમે તેનાથી સંતુષ્ટ નથી અને રિવ્યૂ પિટિશન અંગે વિચારી રહ્યા છીએ. જોકે જ્યારે ચેરમેને રિવ્યૂ પિટિશનની ના પાડી બાદમાં જિલાનીએ કહ્યું હતું કે મારૂ નિવેદન સુન્ની વકફ બોર્ડ વતી નહોતું. તેથી હાલ ચેરમેને સ્પષ્ટતા કરી દીધી છે કે સુન્ની મુસ્લિમ વકફ બોર્ડ આ સમગ્ર મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં કોઇ જ રિવ્યૂ પિટિશન દાખલ નહીં કરે. 

મંદિર પર સુપ્રીમની મોહર, ચુકાદો આવકાર્ય : શિયા વકફ બોર્ડ

શીયા વકફ બોર્ડ પણ અયોધ્યા કેસમાં એક પક્ષકાર હતું, જોકે તેની દલીલોને સુપ્રીમ કોર્ટે માન્ય નહોતી રાખી. દરમિયાન જે ચુકાદો આવ્યો તેનું શીયા વકફ બોર્ડે સ્વીગાત કર્યું હતું, અને જણાવ્યું હતું કે અમે આ ચુકાદાથી સંતુષ્ટ છીએ અને કોઇ જ રિવ્યૂ પિટિશનની જરૂર નથી. શીયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ જણાવ્યું હતું કે જે પણ લોકો આ કાયદાની લડાઇ લડયા તેમને અને દેશના દરેક નાગરીકોને શૂભ કામના પાઠવીએ છીએ. અમારી માગણી હતી કે વિવાદિત સ્થળે રામ મંદિર બનાવવામાં આવે. તેથી અમારી માગણી સંતોષાઇ ગઇ છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શીયા વકફ બોર્ડની તરફેણમાં જ આવ્યો છે.

 રિઝવીએ જણાવ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેનાથી સમગ્ર વિવાદનો અંત આવી જશે, કોર્ટે આખરે અયોધ્યામાં જ રામ મંદિર બનાવવાને પોતાની મોહર મારી દીધી છે. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ અને દેશના દરેક નાગરીકને તેની શુભકામના પાઠવીએ છીએ. નોંધનીય છે કે શીયા મુસ્લિમ વકફ બોર્ડ ઘણા સમયથી માગણી કરી રહ્યું હતું કે વિવાદિત સ્થળની માલિકી અમને આપવામાં આવે અને અમે ત્યાં રામ મંદિર બને તેવી ઇચ્છા ધરાવીએ છીએ. જ્યારે સુન્ની વકફ બોર્ડની માગણી શીયા મુસ્લિમ વકફ બોર્ડની માગણી કરતા તદ્દન અલગ હતી. 

અયોધ્યા ચુકાદો : દેશભરમાં કોઇ અનિચ્છનીય ઘટના નહીં

શનિવારે આવેલા રામ મંદિર ચુકાદાને ધ્યાનમાં રાખીને દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દેશના મુખ્ય શહેરો તેમજ સંવેદનશીલ વિસ્તારરોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સદ્ભાગ્યે દેશમાં ક્યાંય પણ કાઇ અનિચ્છનિય બનાવ બન્યો નથી. દેશમાં શાંતિનો માહોલ યથાવત જ રહ્યો હતો.અયોધ્યા ચુકાદાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાન પર  બેઠક પણ બોલાવી હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, હોમ સેક્રેટરી અજીત ભલ્લા, આઇબીના અરવિંદ કુમાર સહિતના લોેકો હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

મોટો વિવાદ/ કઈ સરકારમાં ગુજરાતમાં મુસ્લિમ વિરુદ્ધ હિંસા થઈ, ધોરણ 12ના પેપરમાં પ્રશ્ન પૂછાતા CBSEએ ગણાવ્યો અયોગ્ય પ્રશ્ન

Pravin Makwana

મોટો ફફડાટ/ અમેરિકામાં આવ્યો ઓમિક્રોનનો પ્રથમ કેસ, 24થી વધારે દેશોમાં ફેલાયેલો છે કોવિડનો નવો પ્રકાર

Pravin Makwana

દરોડા / જયપુરના જ્વેલરી ને જેમ્સ ગ્રુપમાં ITનો સપાટો, ઝડપાયું રૂપિયા 500 કરોડનું કાળું નાણું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!