GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમે ચૂકાદો આપવા માટે આ પુસ્તકોનો કર્યો હતો ઝીણવટ પૂર્વક અભ્યાસ

Last Updated on November 11, 2019 by Mayur

સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક રીતે અતિ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો ચૂકાદો આપવા માટે ઈતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ વિભાગ અને ધર્મ જેવા ક્ષેત્રોમાં સંસ્કૃત, હિન્દી, ઉર્દુ, પર્શિયન, તુર્કીશ, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. જોકે, આ પુસ્તકોમાંથી અવતરણો તારવવામાં સાવધાની રાખતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઈતિહાસનું અર્થઘટન કરવામાં ‘જોખમ’ રહેલું છે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના અધ્યક્ષપદે ન્યાયાધીશો એસ. એ. બોબડે, ડી.વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. એ. નઝીરની બેન્ચે ઐતિહાસિક ચૂકાદો લખતાં પૂર્વે ધાર્મિક ગ્રંથો, પ્રવાસ વર્ણનો, પુરાતત્વ વિભાગના અહેવાલો, મસ્જિદ તોડી પાડયા પહેલાનાં અને પછીના સૃથળના ફોટોગ્રાફ્સ અને વિવાદિત સૃથળેથી મળી આવેલી કલાકૃતિઓની વિગતો સહિત 533 દસ્તાવેજી અહેવાલોનો અભ્યાસ કર્યો હતો. દસ્તાવેજી અહેવાલોમાં સ્તંભો પરના શિલાલેખોના અનુવાદ અને ગેઝેટીયર્સનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે 10મી જાન્યુઆરી, 2019ના રોજ તેની રજિસ્ટ્રીને રેકોર્ડ્સની તપાસ કરવા અને જરૂર પડે સત્તાવાર અનુવાદકોને રોકવા નિર્દેશ આપ્યા હતા. જોકે, તેણે ઐતિહાસિક લખાણોમાંથી અવતરણો ટાંકવાની કાર્યવાહીમાં સાવધાની રાખતા કહ્યું કે ઈતિહાસનું અર્થઘટન કરવું એ ખૂબ જ લાંબી અને મુશ્કેલીપૂર્ણ કાર્યવાહી છે તેમજ ઐતિહાસિક પુસ્તકોના અનુવાદની પણ એક મર્યાદા હોય છે.

સુપ્રીમ કોર્ટે તેના 1,045 પાનાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક રેકોર્ડમાં અનેક જગ્યાએ સ્પષ્ટ અંતર જોવા મળ્યું છે. અમે મુઘલ શાસકના સંસ્મરણો બાબરનામાથી લઈને અકબરના સમયમાં મંત્રી રહેલા અબુલ-ફઝલ અલામી દ્વારા લિખિત આઈને અકબરી, ફાધર જોસેફ ટીફેનૃથલરના પ્રવાસ વર્ણનો સહિતના પુસ્તકોનો અભ્યાસ કર્યો.આ બધા પુસ્તકો અલગ અલગ ભાષાઓમાં લખાયા હતા, જેના અનુવાદ કરાયેલા પુસ્તકોનો પણ અભ્યાસ કરાયો હતો. જેમ કે ‘આઈને અકબરી’નું હેનરી ફર્ડિનાન્ડ બ્લોચમેને પર્શિયામાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું. 

સુપ્રીમના પાંચ જજોની સલામતી વધારાઈ

રાજકીય અને ધાર્મિક રીતે અતિ સંવેદનશીલ રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ચૂકાદો આપનારા સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની સલામતી રવિવારે વધારવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે પાંચ જજોની બંધારણીય બેન્ચમાં સમાવિષ્ટ ન્યાયાધીશોના નિવાસ બહાર વધારાના દળ, મોબાઈલ એસ્કોર્ટ ટીમ્સ ગોઠવાયા હતા અને બેરીકેડ્સ ઉભા કરાયા હતા.મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના અધ્યક્ષપદે ન્યાયાધીશો શરદ અરવિંદ બોબડે, ધનંજય ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નજીરની બેન્ચે શનિવારે આ કેસમાં ચૂકાદો આપ્યો ત્યારથી તેમની સલામતીમાં વધારો કરાયો છે. આ ચૂકાદા પછી કોઈપણ ન્યાયાધીશ સામે કોઈ ધમકી નહીં મળી હોવા છતાં તકેદારીના ભાગરૂપે સલામતી વધારાઈ હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!