GSTV

ઘોડા છૂટયા પછી તબેલાને તાળું : 2141 વૃક્ષ છેદન બાદ સુપ્રીમનો સ્ટે

Last Updated on October 8, 2019 by Mayur

મુંબઇમાં મેટ્રો પ્રોજેક્ટને કારણે અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા. આ મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૃથાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન થયા. આ પરિસિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે સુઓ મોટો લઇને મહારાષ્ટ્ર સરકારને હાલ વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો છે. જોકે આ આદેશ ત્યારે સામે આવ્યા છે જ્યારે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે જેટલા જોઇએ તેટલા વૃક્ષો કાપી નાખ્યા હવે વૃક્ષો કાપવાની જરૂર નથી. મુંબઇના આરેમાં સૃથાનિક પ્રશાસન દ્વારા આશરે 2141 વૃક્ષોને કાપી નાખ્યા છે. આ સ્પષ્ટતા ત્યારે સામે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે 21મી ઓક્ટોબર સુધી આ વિસ્તારમાંથી કોઇ પણ વૃક્ષ ન કાપવાનો આદેશ આપ્યો છે.

મેટ્રો પ્રશાસને કાપ્યા હતા 2700 વૃક્ષો

મુંબઇના આરે કોલોની વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતા અહીં મેટ્રો કાર શેડ માટે સૃથાનિક પ્રશાસને 2700 જેટલા વૃક્ષો કાપવાને અનુમતી આપી દીધી હતી. સૃથાનિકોના જણાવ્યા અનુસાર 2141 વૃક્ષો કાપી નાખ્યા છે. સાથે જ જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી, જોકે હાલ તેઓને છોડી મુકવામાં આવ્યા છે.  બીજી તરફ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ હતી તે સિૃથતિ વચ્ચે નોઇડાના કાયદાના વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ સમક્ષ વૃક્ષો ન કાપવાની રજુઆત કરી હતી. આ રજુઆતને મુખ્ય ન્યાયાધીશ ગોગોઇએ સુઓ મોટો તરીકે લીધી હતી અને મહારાષ્ટ્ર સરકારને આગામી સુનાવણી સુધી વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ આગામી 21મી ઓક્ટોબરે વધુ સુનાવણી કરશે.

એક પણ વૃક્ષ કાપવા દેવામાં નહીં આવે

જોકે મહારાષ્ટ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે આગામી સુનાવણી સુધી આ વિસ્તારમાંથી એક પણ વૃક્ષને કાપવામાં નહીં આવે. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે ખુદ પ્રશાસને કહ્યું છે કે જેટલા વૃક્ષો આ પ્રોજેક્ટ માટે કાપવા જરૂરી હતા તેટલા કાપી નાખવામાં આવ્યા છે અને વધુ કાપવાની જરૂર નથી. લોકોમાં સરકારની આ કામગીરીને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે સરકાર પર તેની કોઇ જ અસર નથી થઇ રહી અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની જ અટકાયત કરી લેવામાં આવી હતી.

પ્રશાસને રાતોરાત 2141 વૃક્ષો કાપી નાખ્યા

મુંબઇના આરેમાં સ્થાનિકો દ્વારા વૃક્ષો કાપવાનો ભારે વિરોધ થઇ રહ્યો હતો, અનેક લોકો આ માટે જેલમાં પણ ગયા. જોકે તેમ છતા પ્રશાસને રાતોરાત 2141 વૃક્ષો કાપી નાખ્યા. આ વિસ્તારમાં મેટ્રો કાર શેડ બનાવવામા આવનારો હોવાથી આમ કર્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. જોકે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે અને તેની અસર આ મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.  એમએમઆરસીએલ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમારે જેટલી જરૂર હતી તેટલા વૃક્ષો અમે કાપી લીધા છે અને આગામી દિવસોમાં અહી ઇમારતોના નિર્માણનું કામ પણ જારી કરી દેવામાં આવશે. હાઇકોર્ટે જે આદેશ આપ્યો હતો તેને ધ્યાનમા રાખીને અમે આ નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો હતો.

વૃક્ષોને ઉગાવવામાં લાગ્યા હતા વર્ષોના વર્ષ

જોકે માત્ર બે જ દિવસમાં 2141 વૃક્ષો કાપી નાખ્યા છે જ્યારે આ વૃક્ષોને ઉગાવવામાં વર્ષો લાગ્યા હતા. આ વૃક્ષોને બચાવવા માટે સ્થાનિકો દ્વારા ઘણા સમયથી આંદોલનો ચલાવવામાં આવ્યા હતા. જોકે તેની કોઇ જ અસર પ્રશાસન પર નથી થઇ રહી. આશરે 2700 જેટલા વૃક્ષોને કાપી નાખવાનો નિર્ણય લેવાયો હતો, જેમાંથી 2141ને હાલ કાપી નખાયા છે. 

મહારાષ્ટ્રમાં ચૂંટણી ઢંઢેરામાં આરેનો સમાવેશ

મુંબઇના આરે ફોરેસ્ટના વિવાદ વચ્ચે એનસીપી અને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જોકે આ ચૂંટણી ઢંઢેરામા બન્ને પક્ષોએ આરે ફોેરેસ્ટ વિવાદને પણ સાંકળી લીધો છે. સાથે ખાતરી આપી છે કે આવી કોઇ પણ ઘટનાને તેમની સરકાર અટકાવશે સાથે આ મામલે તપાસના આદેશ પણ આપશે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેના પરીણામ આગામી 24મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

આ ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપીએ જે ઘોષણાપત્ર જાહેર કર્યું છે તેમાં સ્થાનિકો માટે નોકરીમાં 80 ટકા અનામતની જોગવાઇ પણ કરી છે. સાથે જ બન્ને પક્ષોએ ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાને પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આવરી લીધો છે.

આરેમાં વૃક્ષો કાપવાનો મામલો ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય મુદ્દો બની ગયો છે. દરેક પક્ષો આ મામલે પોતાનો બચાવ કરી રહ્યા છે. અને આશ્ચર્યજનક રીતે શીવસેના પણ દાવા કરી રહ્યું છે કે અમે આરે ફોરેસ્ટમાં વધુ વૃક્ષો નહીં કપાવા દઇએ જ્યારે સ્થાનિકોનો આરોપ છે કે હાલ સત્તા જ શિવસેનાની છે અને આવા દાવા કરી રહી છે.

READ ALSO

Related posts

રસીકરણ/ કેન્દ્ર સરકારે વેક્સિન માટે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો કોરોનાથી રિકવર થયાના કેટલા મહિના બાદ અપાશે ડોઝ

Bansari

India Corona Update/ દેશમાં કોરોનાની સુપર સ્પીડ: સતત ત્રીજા દિવસે 3 લાખથી વધુ કેસ, સૌથી વધુ સંક્રમિત ટૉપ-5 રાજ્યોમાં ગુજરાત

Bansari

BREAKING : મુંબઈનાં તારદેવ વિસ્તારમાં 20 માળની ઈમારતમાં ભીષણ આગ, 15 ઇજાગ્રસ્ત તો 2નાં મોત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!