GSTV

ફટકાર/ વીમાના નકલી દાવા કરનારા વકીલો સામે કાર્યવાહી ન કરાતા સુપ્રીમ લાલઘૂમ, બાર કાઉન્સિલની કાઢી ઝાટકણી

વીમા

Last Updated on October 14, 2021 by Bansari

સુપ્રીમ કોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ અને વર્કમેન કંપનસેશન એક્ટ હેઠળ નકલી દાવાથી વીમા કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા વકીલો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ બાર કાઉન્સિલ ઓફ ઉત્તર પ્રદેશની ઝાટકણી કાઢી છે.

હાઇકોર્ટ

વીમા કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચાડનારા વકીલો સામે કાર્યવાહી ન કરનાર બાર કાઉન્સિલ ઓફ ઉ.પ્ર.ને ફટકાર

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ ખૂબ જ કમનસીબ છે કે આટલા ગંભીર કેસમાં વકીલો પર જ આરોપ છે. ન્યયામૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલની ઉદાસિનતા અને અસંવેદનશીલતાને દર્શાવે છે. કોર્ટે બાર કાઉન્સિલના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ મનનકુમાર મિશ્રાને આ બાબત પર ધ્યાન આપવા જણાવ્યું છે.

વીમા

કમનસીબી છે કે ગંભીર કેસમાં વકીલો આરોપી

ખંડપીઠે જણાવ્યું હતું કે એસઆઇટીને આ સંદર્ભમાં કુલ ૧૩૭૬ ફરિયાદો મળી હતી. જે પૈકી ૨૪૬ કેસોની તપાસ પૂર્ણ થઇ ગઇ છે.કુલ ૧૬૬ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં અરજકર્તા, વકીલ, પોલીસકર્મી, ડોક્ટર, વીમા કર્મચારી, વાહન માલિક વગેરે સામેલ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના પાંચ ઓક્ટોબરના આદેશમાં એ દલીલ પણ ધ્યાનમાં લીધી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી કુલ ગુનાહિત ફરિયાદોમાંથી ૩૩ ગુનાહિત કેસોની તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને આરોપી વ્યકિતઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Read Also

Related posts

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!