GSTV

ઇરાનના આ નેતાએ બનાવ્યું ટ્વીટર એકાઉન્ટ એ પણ હિન્દીમાં, જોતજોતામાં આટલા થઇ ગયા ફોલોઅર્સ

ભારત સાથે મજબૂત થતાં સંબંધો વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખોમેનેઈએ હિંદીમાં પોતાનું ટ્વીટર એકાઉન્ટ ઓપન કર્યું છે. તેમના આ એકાઉન્ટ પર દેવનાગરી લિપિમાં તેમનો બાયો લખ્યો છે.

દેવનાગરી લિપિમાં કર્યાં બે ટ્વીટ

આ સિવાય આ ટ્વીટર હેન્ડલ પરથી તેમણે બે ટ્વીટ પણ દેવનાગરી લિપિમાં કર્યાં છે. જો કે આ એકાઉન્ટ પર હજુ બ્લૂ ટિક નથી પરંતુ જાણવા મળ્યું છે કે તેમના અન્ય ઘણી ભાષાઓિમાં પણ ટ્વીટર એકાઉન્ટ છે.

ઇરાન

અન્ય ભાષાઓના પણ છે ટ્વીટર એકાઉન્ટ

ન્યૂઝ એજન્સી અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતાના ફારસી, અરબી, ઉર્દૂ, ફ્રેન્ચ, સ્પેનિશ, રૂસ અને અંગ્રેજી જેવી અન્ય ભાષામાં પણ તેમના ટ્વીટર એકાઉન્ટ છે અને તેમણે હિંદીમાં પણ એકાઉન્ટ ઓપન કરી બે ટ્વીટ કર્યાં છે.

8 ઓગસ્ટે બનેલા ટ્વીટરમાં આટલા થયા ફોલોઅર્સ

ઈરાનના સર્વોચ્ચ નેતાના નામથી બનેલા આ ટ્વીટર એકાઉન્ટ પરથી બે ટ્વીટ 8 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. જ્યારે આ એકાઉન્ટ પર અત્યાર સુધીમાં તેમના ફોલોઅર્સની સંખ્યા 1275 થઈ છે.

MUST READ:

Related posts

ગુજરાતીઓ રાખો તકેદારી/ છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ નોંધાયા, પરિસ્થિતિ વધુ વકરી

pratik shah

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!