GSTV
Home » News » કલમ 370 મુદ્દે દખલગીરી કરવા સુપ્રીમનો નનૈયો : અરજી ફગાવાઈ

કલમ 370 મુદ્દે દખલગીરી કરવા સુપ્રીમનો નનૈયો : અરજી ફગાવાઈ

કેન્દ્રએ કલમ 370 નાબુદ કરી દીધી છે, જે બાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે,જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કોઇ જ આદેશ આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેટલાક નેતાઓ દ્વારા અરજી થઇ હતી જેમાં દાવો કરાયો હતો કે કલમ 370 નાબુદી બાદ કાશ્મીરના નેતાઓ પર દબાણ વધી રહ્યું છે. તેમને ઘરોની બહાર નથી નિકળવા દેવાતા આ ઉપરાંત કાશ્મીરી નાગરીકો પર પણ વધુ પડતી પાબંદીઓ લગાવવામાં આવી છે, 

માટે તેને તાત્કાલીક હટાવવાનો આદેશ આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ માગણીઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે હાલ કાશ્મીરની પરિસિૃથતિ શાંત નથી થઇ પણ વધુ સંવેદનશિલ છે. આવી પરિસિૃથતિમાં ત્યા લેવાયેલા પગલા કાયદો અને વ્યવસૃથાને ધ્યાનમાં રાખીને જ લેવાયા છે માટે તેમાં કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. 

સાથે સુુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે હાલની પરિસિૃથતિ જોતા સરકારે કાશ્મીરમાં બધુ કાબુમાં લેવામાં સમય લાગી શકે છે. માટે હાલ સરકારને પણ આદેશ આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટમાં જ્યારે આ મામલે દલિલો ચાલી રહી હતી ત્યારે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે એવી દલીલો કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા તે બાદ એક પણ નાગરીકનું મોત નથી થયું. 

કોર્ટે સરકારને કાશ્મીરમાં શાંતી સૃથપાય તે માટે શું પગલા લવામાં આવ્યા તે અંગે પૂછ્યું ત્યારે વેણુગોપાલે આ દલીલો કરી હતી, તેમણે કહ્યું હતું કે સિૃથતિ શાંત થઇ રહી છે અને તે માટે સરકારના પ્રયાસો પણ જારી છે. આ ઉપરાંત કોર્ટે અરજદારોના વકીલ મેનકા ગુરૂસ્વામીને પણ કહ્યુ હતું કે તમે અમને કાશ્મીરમાં ક્યા ક્યા વિસ્તારોમાં વધુ પડતી અને બિન જરૂરી પાબંદીઓ છે તેની વિગતો આપો. 

સાથે સુપ્રીમ કોર્ટે સરકારને પણ પૂછ્યું હતું કે કાશ્મીરમાં સંપૂર્ણપણે કાયદો અને વ્યવસૃથા શાંત કરવા માટે હજુ કેટલો સમય લાગશે તેની વિગતો આપો. બાદમાં વેણુગોપાલે કહ્યું હતું કે કાયદો અને વ્યવસૃથા થાળે પાડવાની હાલ પણ તાતી જરૂર છે. મોટી સંખ્યામાં સૈન્ય જવાનોને તૈનાત કરાયા છે. તેથી હજુ પણ થોડો સમય લાગી શકે છે. તેમણે કોઇ ચોક્કસ સમયગાળો કે તારીખ નહોતી આપી.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!