GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સુપ્રીમનો ચૂકાદો દેશની એકતા, અખંડતાને મજબૂત બનાવશે : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ ચૂકાદો સિમાચિહ્નરૂપ સાબિત થશે અને ભારતની એકતા તેમજ અખંડતાને વધુ મજબૂત બનાવશે. બીજીબાજુ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ઐતિહાસિક છે. તેનાથી ભવ્ય રામ મંદિરનું નિર્માણનો માર્ગ મોકળો થશે.

મોહન ભાગવત

સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સત્ય અને ન્યાયનો વિજય થયો છે અને આ ચુકાદાને કોઇના પણ વિજય કે હારના સ્વરૂપે ન જોવું જોઇએ.તેમણે જણાવ્યું હતું કે આ ચુકાદો દેશની લાગણીને અનુરૂપ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ ચુકાદાનું સ્વાગત કરે છે. આ કેસ દાયકાઓથી ચાલતો હતો અને અંતે આ કેસનો સુખદ અંત આવ્યો છે.

અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા અને રામજન્મભૂમિ આંદોલનની આગેવાની કરનારા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્યો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા અયોધ્યા કેસમાં અપાયેલા ચૂકાદાનું સ્વાગત કરવામાં તે દેશવાસીઓની સાથે છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો કર્યો છે. સર્વસંમતિથી ચૂકાદો આપ્યો છે. મારા માટે આ પૂર્ણતાની ક્ષણ છે. રામ મંદિર આંદોલન સાથે જોડાવું મારા માટે સૌભાગ્યપૂર્ણ છે.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી સુધી લોકડાઉન : હજુ એક સપ્તાહ બાદ છૂટછાટનો મળશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!