GSTV

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને આપ્યો મોટો ફટકો, મરાઠાઓને નહીં મળે 10 ટકા અનામત

સુપ્રીમ

Last Updated on May 5, 2021 by Bansari

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર્માં મરાઠાઓ માટે 10 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઇન્દિરા સાહની મામલા પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી.

UDDHAV THACKERAY

જસ્ટીસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બંધારણીય પીઠે જણાવ્યું મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવાથી અનામતની મહત્તમ મર્યાદા (50 ટકા)ને પાર કરે છે, જેથી તે ગેરબંધારણીય છે. પાંચ સભ્યની બંધારણીય પીઠમાં જસ્ટીસ અશોક ભૂષણ સિવાય જસ્ટીસ એલ નાગેશ્વરા રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ પણ સામેલ છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે 26 માર્ચે મરાઠા અનામતને પડકારતી અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મરાઠા સમુદાયના લોકોને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત જાહેર કરી શકાતા નથી, તેથી અનામતના દાયરામાં તેમને લાવવું યોગ્ય નથી. અગાઉ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

Read Also

Related posts

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!