GSTV

કાશ્મીરની સ્થિતિ મુદ્દે સુપ્રીમનો આદેશ, રિવ્યૂ કમિટીનું ગઠન કરી 7 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે

Last Updated on January 10, 2020 by Mayur

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે જમ્મુ કાશ્મીર મુદ્દે થયેલી યાચિકા અંગે મહત્વની કોમેન્ટ કરી હતી. પોતાના નિર્ણયને સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કાશ્મીરનો ઈતિહાસ હિંસાનો રહ્યો છે. વિરોધ બાદ બે પ્રકારના વિચારો સામે આવે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, રાજ્ય સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ, કલમ 144, મુસાફરી પર રોક સાથે જોડાયેલા તમામ આદેશોને પબ્લિશ કરવાના રહેશે.

સાત દિવસની અંદર આ તમામ નિર્ણયોનો રિવ્યૂ કરવાનો સુપ્રીમ કોર્ટ દ્રારા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી આ તમામ નિર્ણયો સાર્વજનિક કરવામાં આવશે. આ માટે સુપ્રીમ કોર્ટ દ્રારા એક કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે. જે સરકારના નિર્ણયોનો રિવ્યૂ કરશે અને સાત દિવસની અંદર અદાલતને રિપોર્ટ સોંપવાની કામગીરી કરશે.

મહત્વનું છે કે આર્ટિકલ 370 અને 35A હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પર પાબંધી લગાવી દીધી હતી. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. બાદમાં આર્ટિકલ 370ને લઈ વિવિધ પ્રકારની યાચિકાઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. તેમાંની એક યાચિકા ત્યાંના પ્રતિબંધો અંગેની હતી. જેના પર સુપ્રીમે આજે પોતાનો નિર્ણય સંભળવ્યો હતો.

READ ALSO

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!