GSTV
Home » News » નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશની લાઈફલાઈનો પૂરી : હવે ખેલ ખતમ, ફાંસી ફાયનલ

નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશની લાઈફલાઈનો પૂરી : હવે ખેલ ખતમ, ફાંસી ફાયનલ

નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશ સિંહની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે પ્રાસંગિક દસ્તાવેજ રાષ્ટ્રપતિની સામે રાખવામાં આવ્યા ન હોય. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અમારી પોતાની સંતુષ્ટી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં દસ્તાવેજોની ચકાસણી કરી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ગૃહ મંત્રાલયે તમામ દસ્તાવેજ મોકલ્યા હતા. મુકેશની અરજીનો કોઈ જ આધાર નથી, તેમજ જેલમાં શોષણ થાય તેનો સંબંધ દયા સાથે ન રાખી શકાય તેવી ટકોર કરી હતી. મુકેશ નામના દોષિતે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ અજમાવી છે. જેમાં તમામ જગ્યાએ નિષ્ફળતા મળી છે. હવે તેની લાઈફલાઈનો પૂરી થઈ જતાં તેની પાસે ફાંસી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

મુકેશની અરજીનું કોઈ મેરિટ નથી તેમ કોર્ટે જણાવી કોર્ટે મુકેશની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે જ મુકેશના તમામ કાયદાકીય વિકલ્પો પૂરાં થઈ ગયા છે ત્યારે તેની ફાંસી હવે નિશ્ચિત છે. મુકેશે પોતાની દયા અરજી રાષ્ટ્રપતિભવન દ્વારા ફગાવવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

મંગળવારે આ મામલે દલીલ કરતા મુકેશના વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની સામે અનેક દસ્તાવેજો રાખવામાં આવ્યા ન હતી તેથી દયાની અરજી ફગાવવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ. પોતાના વકીલ મારફતે મુકેશે કહ્યું હતું કે તેનું જેલમાં યૌન શોષણ થયું હતું અને તેના ભાઈ રામ સિંહની હત્યા કરવામાં આવી હતી.

નિર્ભયા કેસમાં નવો વળાંક, દોષિત વિનય આજે કરશે દયા અરજી દાખલ

ફાંસીથી બચવા માટે નિર્ભયાના દોષિત અક્ષય સિંહે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. અક્ષય ઉપરાંત અન્ય એક દોષિત વિનય બુધવારે દયા અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે તિહાડ જેલ પ્રશાસનને પૂછ્યું છે કે સેશન કોર્ટે ફાંસીની તારીખ શું નક્કી કરી છે. શું ડેથ વોરંટ જાહેર થયું છે? ત્યારે આ અંગેનો જવાબ તિહાડ જેલ પ્રશાસન દ્વારા આજે રજૂ કરવામાં આવશે.

પહેલી ફેબ્રુઆરીએ આપવામાં આવશે ફાંસીની સજા

નિર્ભયાના ચારેય દોષિતોને 1લી ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પરંતુ તેઓ ફાંસી ટાળવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે. દોષિત મુકેશ સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી પૂરી થઈ ત્યારે બુધવારે આ મામલે ચૂકાદો આવી શકે છે. દયા અરજી ફગાવવાના વિરોધમાં કોર્ટમાં દાખલ અરજીમાં મુકેશે ડેથ વોરંટને રદ કરવાની માગ કરી હતી. આ મામલાની સુનાવણી ત્રણ જજની બેંચે કરી હતી.

મુુકેશે અરજીમાં કર્યો હતો આવો દાવો

મુકેશે પોતાની અરજીમાં એવો પણ દાવો કર્યો હતો કે તેને રેપ કર્યો ન હતો પરંતુ તે ઘટના સમયે ત્યાં હાજર હતો. સાથે જ એવું પણ કહ્યું હતું કે તેની સાથે યૌન શોષણ પણ થયું હતું. મુકેશની પુર્નવિચાર અરજી, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજી ફગાવવામાં આવી છે.

હવે છે આ એક લાઈફ લાઈન

મુકેશની પાસે માત્ર એક જ લાઈફ લાઈન બચી છે અને તે જ રાષ્ટ્રપતિ ભવનમાંથી ફગાવવામાં આવેલી દયા અરજીને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારવાની. તો અન્ય બે દોષિત વિનય અને અક્ષય પાસે હજુ ત્રણ લાઈફ લાઈન બાકી છે. જેમાં બંને નરાધમ પાસે દયા અરજી, દયા અરજી ફગાવવામાં આવે તો ઉપલી અદાલતમાં ચેલેન્જ કરવાનો રાઈટ તેમજ ક્યૂરેટિવ પિટિશન છે.

Read Also

Related posts

ઓ બાપ રે, આ ફોટોગ્રાફ જોઈને તમે ચોંકી જશો, એકબીજાના કટ્ટર દુશ્મનો અહીં એક સાથે બેઠા

Ankita Trada

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!