GSTV

1 કરોડના આંકડે પહોંચવા જઈ રહ્યો છે કોરોના, સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ગણાવ્યું ‘વિશ્વયુદ્ધ’

Last Updated on December 18, 2020 by Pravin Makwana

આજે આખું વિશ્વ કોરોના વાયરસના ચેપ સામે ઝઝુમી રહ્યું છે. આ રોગચાળાએ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આરોગ્યનું મોટી સંકટ ઉભું કર્યું છે. ભારતમાં પણ ચેપનો આંકડો 1 કરોડને આંબી રહ્યો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરી છે. કોવિડ -19 રોગચાળોને ‘વિશ્વયુદ્ધ’ ગણાવતાં, સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે તેને ફેલાતો રોકવા માટે જારી કરાયેલી માર્ગદર્શિકા અને ધોરણોનો અમલ ન કરવાને કારણે તે ‘જંગલની આંગ’ની જેમ ફેલાયેલો છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો વધીને 99 લાખ 79 હજાર 447 થયા છે અને આ જીવલેણ ચેપથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1 લાખ 44 હજાર 789 થઈ ગઈ છે. ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ વી રામાસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે કર્ફ્યુ લાદવા અથવા લોકડાઉન લાગુ કરવા જેવા નિર્ણયો અંગે કહ્યું હતું કે આવી કોઈ ઘોષણા પહેલા થવી જોઈએ, જેથી લોકો અગાઉથી તૈયાર થઈ જાય. તેમની આજીવિકા વિશે અગાઉથી નિર્ણય લઇ શકે.

‘કોવિડ -19 રોગચાળો વિશ્વ યુદ્ધ’

સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 રોગચાળાને ‘વિશ્વયુદ્ધ’ ગણાવતાં કહ્યું છે કે વિશ્વની દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે આ રોગચાળાથી પ્રભાવિત થઇ છે. કોર્ટે કહ્યું કે તેના ફેલાતો રોકવા માટે લાગુ દિશાનિર્દેશો અને ધોરણોનું પાલન ન કરવાને કારણે અને બેદરકારીને લીધે તે દેશમાં ‘જંગલની આંગ’ની જેમ ફેલાયો છે. સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 રોગચાળા સામે છેલ્લા 8 મહિનાથી સતત કાર્યરત ડોકટરો, નર્સો અને ફ્રન્ટ લાઈન આરોગ્ય કર્મચારીઓની શારીરિક અને માનસિક થાકને ટાંકતાં એમ પણ કહ્યું કે તેમને થોડો આરામ આપવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે.

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન દેશના કેટલાય ભાગોમાં લોકડાઉન અને કર્ફ્યૂ લગાવામાં આવ્યા. જેના પર સુપ્રીમ કોર્ટે એક કડકાઈ ભરી ટિપ્પણી પણ કરી છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટનું કહેવુ છે કે, દેશમાં લોકડાઉન અથવા કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપતા પહેલા અગાઉથી જાણ કરવી જોઈએ. જેથી લોકડાઉન અથવા કર્ફ્યૂ લાગતા લોકો અગાઉથી પોતાની આજીવિકા અને જીવનજરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરી રાખે.

આપને જણાવી દઈએ કે, મહામારીની વચ્ચે દેશના કેટલાય ભાગોમાં કેન્દ્રની મોદી સરકારે અને રાજ્યો સરકારે લોકડાઉન લગાવ્યા હતા. જો કે, હાલમાં જ દેશના કેટલાય ભાગોમાં નાઈટ કર્ફ્યૂ લાગેલા છે.

હાલની વાત કરીએ તો, ભારતમાં કોરોના વાયરસની ગતિ ઓછી તો થઈ ગઈ છે. પણ ખતરો હજૂ પણ ટળ્યો નથી. દેશની રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર, સહિત કેટલાય રાજ્યોમાં નવા નવા કેસ દિવસેને દિવસે વધતા જાય છે. અહીં મોટી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે.

આ જ કારણે રાજ્ય સરકારો પોતાને ત્યાં કોરોનાની સ્થિતી જોતા નાઈટ કર્ફ્યૂ પણ લગાવતી રહે છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલા ટિપ્પણી પણ આ સંબંધિત હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, રાજ્ય સરકારો રાત્રિ કર્ફ્યૂ અથવા લોકડાઉનની જાહેરાત કરે તો અગાઉથી જનતાને જાણ કરવી જોઈએ. જેથી જનતા તેના માટે તૈયાર રહે. તથા જરૂરી ચીજ વસ્તુની વ્યવસ્થા કરી રાખે.

READ ALSO

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!