GSTV
Home » News » ‘આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં બંધારણ લાગુ છે’ SCએ CM યોગીની ઝાટકણી કાઢી

‘આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં બંધારણ લાગુ છે’ SCએ CM યોગીની ઝાટકણી કાઢી

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને ફટકાર પણ લગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નાગરિકોના અધિકારોનું હનન કરી શકાય નહીં. તેને બચાવી રાખવા જરૂરી છે. સાથે જ કોર્ટે કહ્યું કે આપત્તિજનક પોસ્ટ પર વિચાર અલગ અલગ હોઇ શકે છે.

પરંતુ આ માટે ધરપકડની શું જરૂર હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત કનૌજીયાના પત્નીને સમગ્ર મામલાને હાઇકોર્ટમાં લઇ જવા જણાવ્યું છે. સુપ્રીમે આ દરમ્યાન આઇપીસીની કલમ 505 અંતર્ગત આ મામલા એફઆઇઆર દાખલ કરવા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા. અદાલતે યુપી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે કઇ કલમ અંતર્ગત આ ધરપકડ કરવામાં આવી છે.

Adityanath Election Commission

આવી પોસ્ટ શેર કરવી વાજબી નથી. તેમ છતાં પત્રકારની ધરપકડ કેમ કરવામાં આવી. મહત્વનું છે કે યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બદલ પ્રશાંતની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમની પત્ની જિગીષાએ ધરપકડના વિરોધમાં અરજી દાખલ કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CM યોગી પર કર્યા પ્રહાર

ઉત્તર પ્રદેશમાં પત્રકાર પ્રશાંત કનૌજીયાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા છે. પ્રશાંતની ધરપકડ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી કે જો આ જ પ્રકારે મારા વિરૂદ્ધ લખનારા પત્રકારો પર કાર્યવાહી કરવાની શરૂ થઇ તો મીડિયા હાઉસમાં સ્ટાફની ભારે અછત પડશે. જો પત્રકારોને જેલમાં ધકેલવામાં આવશે તો ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલોમાં સ્ટાફની તંગી સર્જાશે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન મૂર્ખતાપૂર્ણ વલણ અપનાવી રહ્યા છે. ધરપકડ કરાયેલા પત્રકારોને તુરંત મુક્ત કરવાની જરૂર છે. મહત્વનું છે કે પ્રશાંતની ધરપકડનો અનેક સંગઠનો તેમજ પત્રકારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

દિલ્હીમાંથી રૂ. ૬૦૦ કરોડનું ૧૫૦ કિલો હેરોઇન જપ્ત : પાંચની ધરપકડ

Mayur

અમેરિકામાં માનવતસ્કરી કરનાર ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની સજા અને લાખો ડોલર દંડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!