GSTV
Home » News » પીએમ મોદીની બાયોપિક નહી થાય રિલિઝ, 20 પાનાના રિપોર્ટ પર સુપ્રીમનો નિર્ણય

પીએમ મોદીની બાયોપિક નહી થાય રિલિઝ, 20 પાનાના રિપોર્ટ પર સુપ્રીમનો નિર્ણય

ચૂંટણી સમયે જ વડાપ્રધના મોદીના જીવનચરિત્રપર બનેલ ફિલ્મ અને તેમની વેબસીરીઝને શરૂઆતમાં લોન્ચિંગ માટે મળેલ પરવાનગીએ સમગ્ર દેશમાં કૌતુહલ જગાવ્યું હતુ પરંતુ, રીલિઝ થવાના 28 કલાક પૂર્વે જ ચૂંટણીપંચે આ ફિલ્મ પર રોક લગાવી હતી.

Narendra Modi's biopic

જોકે આ અંગે પીએમ મોદીની બાયોપિકના નિર્માતા અને કલાકારોએ સુપ્રિમનો દરવાજો ખખડાવ્યો હતો. આજે થયેલ સુનાવણીમાં સુપ્રિમે કહ્યું કે ચૂંટણીપંચનો આદેશ અમને માન્ય છે અને મોડલ કોડ ઓફ કન્ડકટને આધારે જ ચૂંટણીપંચે ઈલેકશન પુરતો આ ફિલ્મ પર બેન લગાવ્યો છે,જે વ્યાજબી પણ છે.

સુપ્રિમે ECનો આદેશ માન્ય રાખતા કહ્યું કે આ ફિલ્મ પર હાલપુરતો પ્રતિબંધ  લાગવો જોઈએ અને ચૂંટણીપંચના 19મી મે બાદની કોઈપણ રીલિઝીંગ તારીખના આદેશને સર્વોચ્ચ અદાલત માન્ય રાખે છે.

કોર્ટનું માનવું છે કે જો ચૂંટણી દરમિયાન આ ફિલ્મને રીલીઝ કરવામાં આવે તો બીજેપીને રાજકીય દળ તરીકે તેનો ભરપૂર લાભ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેને ધ્યાનમાં લેતાં આયોગનો આ નિર્ણય યોગ્ ઠે તે 19 મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન બાદ જ ફિલ્મને રિલિઝ કરવામાં આવે.

જણાવી દઇએ કે અગાઉ આ ફિલ્મ 5 એપ્રિલે રિલિઝ થવાની હતી. તે બાદ તેની રિલિઝ ડેટ બદલીને 11 એપ્રિલ કરવામાં આવી હતી. રિલિઝ સમયે જ ફિલ્મની રિલિઝ ફરીથી વિલંબમાં મુકાઇ. તે બાદ સુપ્રીમ કાર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યા હતાં કે તે ફિલ્મ જોયા બાદ ફિલ્મની રિલિઝ પર નિર્ણય લે.

Read Also

Related posts

ટ્રમ્પે યુરોપની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી

Arohi

ટેરર ફંડિંગને મામલે FATFએ પાકિસ્તાનને આપી ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટીમેટમ

Arohi

કાલથી બદલાઈ રહ્યું છે આ રાશીના જાતકોનું ભાગ્ય, બનવા જઈ રહી છે આ એક મોટી ઘટના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!