નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રીના કેસમાં રજિસ્ટાર ઓફ કંપનીઝની અપીલ ફગાવી દઇ નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યૂનલ (NCLAT)ના આદેશ ઉપર આજે શુક્રવારે સ્ટે ઓડર મૂકી દીધો છે. કંપનીઝ રજિસ્ટારે ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રીના કેસમાં NCLATના આદેશમાં સંશોધન કરવા માટેની અરજી દાખલ કરી હતી.

ન્યાયાદીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની અપિલ પર સુનાવણી હાથ ધરવા સહમતી દર્શાવી છે. ખંડપીઠે સંબંધિત પક્ષોને આ મુદ્દે નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ NCLATના ચુકાદાની વિરુદ્ધ ટાટા સન્સ દ્વારા દાખલ મુખ્ય અરજીની સાથે જ આ કેસની સુનાવણી કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવાના NCLATના આદેશ ઉપર 10 જાન્યુઆરી સુધી સ્ટેટ મૂક્યો હતો.


સમગ્ર ઘટનાક્રમ મુજબ NCLATએ પોતાના આદેશમાં કહ્યું કે, ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઇવેટમાં તબદીલ કવાનો નિર્ણય ખોટો છે. તેની સાથે જ NCLATએ ટાટા સન્સના હાંકી કઢાયેલા ચેરમેન સાયરસ મિસ્ત્રીને ફરીથી તે પદે નિમણુંક કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે રજિસ્ટાર ઓફ કંપનીઝે વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. NCLATના આ આદેશની વિરુદ્ધ ટાટા સન્સે અરજી દાખલ કરી છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો