GSTV

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સુરક્ષા માટે વહુના ઘરેણાં પોતાની પાસે રાખવા તે ક્રૂરતા નથી

Last Updated on January 15, 2022 by Pravin Makwana

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સુરક્ષા માટે વહુના ઘરેણાં પોતાની પાસે રાખવા તે ભારતીય દંડ સંહિતાની કલમ 498એ અંતર્ગત ક્રૂરતા નથી. જસ્ટિસ ઈંદિરા બેનર્જી અને જસ્ટિસ જેકે માાહેશ્વરીની ખંડપીઠે એવું કહ્યું કે, એક વયસ્કત ભાઈને નિયંત્રિત ન કરી શકવું, સ્વતંત્ર રીતે રહેવું અને ઝઘડાથી બચવા મનાટે ભાભીની સાથે રાજીપો કરવાની સલાહ આપવી વગેરેને આઈપીસીની કલમ 498એ અંતર્ગત દુલ્હન સાથે ક્રૂરતા કહી શકાય નહીં.

વડી અદાલતે આ ટિપ્પણી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા પાસ કરવામા આવેલા એક આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી છે. કલમ 498એ એકમહિલાની સાથે પતિ અથવા પતિના સંબંધીઓની ક્રૂરતાની સંદર્ભિત કરે છે. આ મામલે એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાવાળા વિરુદ્ધ ક્રૂરતાનો મામલો નોંધાવ્યો હતો.

આ કેસમાં હાઈકોર્ટે એક વ્યક્તિ દ્વારા અમેરિકા પાછા ફરવાની મંજૂરી કરતી માગવાળી અરજીને રદ કરી દીધી હતી. તે અમેરિકામાં કામ કરે છે. હાઈકોર્ટે દેશ છોડવા માટે વ્યક્તિની અરજીને રદ કરી દીધી હતી, કારણ કે તે છેતરપીંડી, ગુનાહિત ધમકી, ગુનાહિત વિશ્વાસઘાત, ઈજા પહોંચાડવી જેવા મામલામાં તેના મોટા ભાઈ અને માતા-પિતાની સાથે આરોપી છે.

વહુએ ઘરેણાંનું વિવરણ આપ્યુ નહીં

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તા એટલે કે વહુએ તે ઘરેણાનું કોઈ વિવરણ નથી આપ્યું જે કથિત રીતે તેની સાસૂ અને દિયરે લીધા હતા. અરજીકર્તા પાસે કોઈ જ્વેરાત છે કે, નહીં તેના વિશે પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ફક્ત એક સામાન્ય આરોપ છે કે, તમામ આરોપીઓએ અરજીકર્તા વહુની જીંદગી બરબાદ કરી નાખી.

અરજીકર્તાની ધરપકડ કરવી ખોટી બાબત

વડી અદાલતે કહ્યું કે, આરોપીની પ્રકૃતિને જોતા એ સમજમાં નથી આવતુ કે, અરજીકર્તાને ભારતમાં કેમ અને કેવી રીતે ધરપકડમાં લેવી જોઈતી હતી.

અમારો મત છે કે, ન્યાયિક મજીસ્ટ્રેટ, કૂરૂક્ષેત્રએ અપીલકર્તાને ન્યાયાલયની પૂર્વ અનુમતિ વગર દેશ નહીં છોડવાનો આદેશ આપવામાં ભૂલ કરી હતી. વડી અદાલતે કહ્યું કે, અરજીકર્તા વિરુદ્ધ અરજીમાં આરોપ પ્રથમ દ્રષ્ટિએ કલમ 498એ અંતર્ગત કોઈ પણ ગુનાનો ખુલાસો કરતો નથી.

READ ALSO

Related posts

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસનો રેકોર્ડબ્રેક, 5992 નવા કેસ સાથે કોવિડનો કોપ યથાવત

GSTV Web Desk

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!