GSTV

સુપ્રીમ કોર્ટે કહ્યું વાહનોના થર્ડ પાર્ટી વીમો અનિવાર્ય કરો

Last Updated on July 21, 2018 by

સુપ્રીમ કોર્ટે વધી રહેલા માર્ગ અકસ્માત પર ચિંતા દર્શાવતા શુક્રવારે બે અને ચાર પૈડાવાળા વાહનોને થર્ડ પાર્ટી વિમા ફરજીયાત કરવા માટેની વાત કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આવુ કરવાથી દુર્ઘટનાના પીડિતોને થોડું વળતર મળશે. કોર્ટે વીમા કંપનીઓ અને વીમા રેગ્યુલેટરી ઑથોરિટી ઈરડાને પણ કહ્યું કે દેશમાં દર મિનિટમાં ત્રણ માણસ મરી રહ્યાં છે, એવામાં આ મામલાને કોમર્શિયલ દ્રષ્ટિએથી નહીં પરંતુ માનવતાની દ્રષ્ટિએથી જોવુ જોઈએ.

કોયમ્બતુરના સર્જન એસ. રાજાસીકરણની જાહેરહિતની અરજી પર સુનાવણી કરી રહેલી કોર્ટે આ વાત કહી છે. જ્યારે આ મામલામાં ન્યાય મિત્રે રોડ સેફ્ટી પર પૂર્વ જસ્ટિસ કેએસ રાધાકૃષ્ણની આગેવાનીમાં બનેલી કમિટીની રિપોર્ટ મૂકી અને થર્ડ પાર્ટી વીમા જરૂરી હોવાની માગ કરી. સુપ્રીમ કોર્ટ તરફથી 22 એપ્રિલ 2014ના રોજ રાધાકૃષ્ણન કમિટીએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે દર વર્ષે 1 લાખથી વધારે લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે અને તેને કોઈ વળતર મળતુ નથી.

કોર્ટે કહ્યું- 1 સપ્ટેમ્બર પહેલા આ મુદ્દે નિર્ણય કરો

સુનાવણી દરમ્યાન ઈરડાના વકીલે થર્ડ પાર્ટી વીમા જરૂરી હોવાના નિર્ણય સંદર્ભે કોર્ટ પાસે 8 મહિનાનો સમય માંગ્યો. પરંતુ આ અનુસંધાને સુપ્રીમ કોર્ટે તીખા અંદાજમાં ટીપ્પણી કરી તેને ચાર અઠવાડિયામાં પતાવવાના નિર્દેશ આપ્યા. બાદમાં કોર્ટે ઈરડાને 1 સપ્ટેમ્બર પહેલા આ મુદ્દે નિર્ણય લેવાનો આદેશ આપ્યો.

નવેમ્બરમાં ટ્રોમા સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી ગયા વર્ષે નવેમ્બર દરમ્યાન બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં ટ્રોમા સેન્ટર બનાવવાનો અને માર્ગ સુરક્ષા નિયમોને શાળાના અભ્યાસક્રમમાં સમાવવાના આદેશ આપ્યા હતાં.

આવી છે સમિતિની રિપોર્ટ

  • ભારતના માર્ગો પર 18 કરોડથી વધુ વાહનો દોડી રહ્યાં છે
  • 6 કરોડ વાહનોની પાસે છે થર્ડ પાર્ટી વીમો
  • ટુ-વ્હિલરવાળા વાહનના વેચાણ વખતે જ 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો કરવાની ભલામણ છે
  • ફોર વ્હિલરવાળા વાહનના વેચાણ વખતે જ 3 વર્ષનો થર્ડ પાર્ટી વીમો કરવાનું કમિટીએ કહ્યું છે

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!