GSTV

ઝટકો/ સુપ્રીમના ચુકાદાએ મોદીના ગેઈમ પ્લાન ઉંધો વાળ્યો, અમિત શાહનું સહકાર મંત્રાલય શોભાનો ગાંઠિયો બન્યું

સુપ્રીમ

Last Updated on July 22, 2021 by Bansari

સુપ્રીમ કોર્ટે સહકારી ક્ષેત્રના અધિકારક્ષેત્ર મુદ્દે આપેલા ચુકાદાએ મોદીના ગેઈમ પ્લાનને ઉંધો વાળી દીધો છે એવું વિશ્લેષકોનું માનવું છે. મોદીએ નવું સહકાર મંત્રાલય બનાવીને સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો કરીને રાજકીય ફાયદો મેળવવાની વ્યૂહરચના બનાવી હતી. સાથે સાથે સહકારી ક્ષેત્ર પર કબજો કરીને બેસી ગયેલા ભાજપ વિરોધી પક્ષોના નેતાઓને દબાણમાં લાવીને તેમેન પોતાના ઈશારે નચાવવાની પણ ઈચ્છા હતી પણ હવે આ ઈચ્છા નહીં ફળે.

સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, સહકારી સંસ્થાઓ રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને કેન્દ્ર સરકાર તેમાં દખલ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે ડો. મનમોહનસિંહની સરકારે કરેલા બંધારણીય સુધારાને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર અને રાજ્યોના અધિકારક્ષેત્રમાં સહકારી ક્ષેત્ર અંગે રાજ્યોની વિધાનસભા જ કાયદા બનાવી શકે એ સ્પષ્ટ છે.

સુપ્રીમ

વિશ્લેષકોનું માનવું છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અમિત શાહનું સહકાર મંત્રાલય શોભાના ગાંઠિયા જેવું બની જશે. કાનૂની સત્તાના અભાવે સહકાર મંત્રાલય સહકારી સંસ્થાઓને કશું કરવાની ફરજ નહીં પાડી શકે.

Read Also

Related posts

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

pratik shah

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!