સબરીમાલા મામલે પુનવિચાર કરતી અરજી અંગે ચુકાદો અનામત, સુપ્રીમ કોર્ટે કહ્યું કે….

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસ અંગે પુનર્વિચાર કરતી અરજીનો ચુકાદો અનામત રાખ્યો. કોર્ટે કહ્યું કે, મંદિરમાં તમામને દર્શન કરવાનો અધિકાર મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં એક અંદાજે સબરીમાલા મામલે 48 જેટલી પુનર્વિચાર કરતી અરજી કરવામાં આવી હતી.

જેમાં સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની ખંડપીઠ સુનાવણી કરી રહી છે. સમગ્ર વિવાદમાં ટ્રાવણકોર દેવસ્વમ બોર્ડે પોતાનું વલણ બદલીને જણાવ્યું હતું કે, મંદિરમાં તમામ વયની મહિલાઓને દર્શન કરવાનો અધિકાર મળવો જોઈએ.

મહત્વપૂર્ણ છે કે, ચાર મહિના પહેલા સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ આપવાનો ચુકાદો આપ્યો હતો. જે બાદ કેરળમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સમગ્ર વિવાદ વધતા સુપ્રીમ કોર્ટમાં ફરી વિચાર કરતી અરજી કરવામાં આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter