GSTV
Home » News » 14 વર્ષની સજા સામે 24 મહિના પણ નથી થયા : ના મળે જામીન, કદાવર નેતાની ચૂંટણી જશે જેલમાં

14 વર્ષની સજા સામે 24 મહિના પણ નથી થયા : ના મળે જામીન, કદાવર નેતાની ચૂંટણી જશે જેલમાં

સુપ્રીમ કોર્ટે કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાંડમાં રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ કેસમાં યાદવ જામીન આપવા માટે ઇચ્છુક નથી.  ૨૪ મહિનાથી જેલમાં હોવાની લાલુ યાદવની દલીલ ફગાવી દેતા ખંડપીઠે જણાવ્યું હતું કે ૧૪ વર્ષની સજાની સરખામણીમાં ૨૪ મહિના કંઇ પણ નથી. યાદવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે જણાવ્યું હતું કે કોઇ જપ્તી નહીં, કોઇ માગ નહીં અને એકમાત્ર મોટો અપરાધ જે હેઠળ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં તે કાવતરું હતું.

lalu yadav bail plea

સીબીઆઇએ લાલુના જામીનનો કર્યો વિરોધ

ખંડપીઠે જણાવ્યું હતું કે કેસના મેરિટ અંગેનો નિર્ણય હાઇકોર્ટ કરશે. ખંડપીઠે જણાવ્યું હતું કે અમે હાલમાં ફક્ત જામીન અરજી પર સુનાવણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સીબીઆઇએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં લાલુપ્રસાદ યાદવની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થઇ જામીનનો દુરુપયોગ કરી શકે છે.

8 મહિનાથી છે હોસ્પિટલના વોર્ડમાં

રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડ કેસમાં રાંચી સ્થિત બુરસા મુંડા કેન્દ્રીય જેલમાં સજા કાપી રહ્યાં છે. સીબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે આમ પણ લાલુપ્રસાદ યાદવ છેલ્લા આઠ મહિનાથી પણ વધુ સમયથી હોસ્પિટલના વોર્ડમાં છે અને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ છે.  સીબીઆઇએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે લાલુપ્રસાદ યાદવને હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતા વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તે પરોક્ષ રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઇ રહ્યાં છે. તેમની મુલાકાત લેનારાઓની યાદી પરથી આ વાત સ્પષ્ટપણે સાબિત થાય છે.

3 કેસમાં લાલુ યાદવ દોષિત

રાંચીમાં બિરસા મુંડા જેલમાં બંધ રાજદ સુપ્રીમોએ પોતાની જામીન ફગાવવાના ઝારખંડ હાઇકોર્ટના ૧૦ જાન્યુઆરીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. લાલુ પ્રસાદને ૯૦૦ કરોડ રૃપિયાના ઘાસચારા કૌભાંડથી સંબધિત ત્રણ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ ૧૯૯૦ના દાયકાના છે, જ્યારે ઝારખંડ બિહારનો ભાગ હતો.

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!