GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડે એવા કયા દાવા કર્યા હતા કે સુપ્રીમે ફગાવી દીધા

સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ-રામ જન્મ ભૂમિ વિવાદમાં ચુકાદો આપતા નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડના દાવાને ફગાવી દીધો છે. ત્યારે કોર્ટે નિર્મોહી અખાડાને સેવા કરવાનો અધિકાર તો ન આપ્યો પરંતુ મંદિર માટે રચાનારા બોર્ડમાં સ્થાન આપ્યું. તો બીજી તરફ શિયા વક્ફ બોર્ડે માંગણી કરી હતી કે શિયા દ્વારા બનાવાયેલી મસ્જિદને સુન્નીને સોંપી શકાય નહીં.. આ અરજીને પણ કોર્ટે નકારી દીધી..

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેંચે અયોધ્યાનો ચુકાદો આપવાની સાથે નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડની દલીલો અમાન્ય રાખી. નિર્મોહી અખાડાએ કોર્ટમાં દાવો કરતા કહ્યું હતુ કે તેની પાસે રામજન્મભૂમિની માલિકીનો કોઈ પુરાવો નથી. વર્ષ 1982માં લૂંટની ઘટના બની, જેમાં બધા રેકોર્ડ ગુમાવી દીધા હતા.. 1934થી કોઈ મુસ્લિમ વિવાદિત માળખામાં પ્રવેશ્યો નથી. નિર્મોહી અખાડા દ્વારા વર્ષોથી ભગવાન રામના જન્મસ્થળનું સંચાલન અને દેખરેખ થઇ રહી છે.. અમે વિવાદિત જમીન પર માલિકીનો દાવો નથી કરતા પરંતુ ફક્ત પૂજા અને કબ્જો મેળવવાનો અધિકાર માંગીએ છીએ. નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વિકાર કરતા કહ્યું કે તેમને ચુકાદા અંગે કોઇ અફસોસ નથી. કારણ કે તેઓ રામલલા માટે જ કેસ લડી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડની અપીલ પણ ફગાવી દીધી. બંધારણ પીઠે કહ્યું કે મહેસૂલી રેકોર્ડ મુજબ વિવાદિત જમીન સરકારી માલિકીની છે.શિયા વક્ફ બોર્ડે કોર્ટમાં દલીલ આપી હતી કે અયોધ્યામાં મસ્જિદ બનાવનારા મીર બાકી શિયા સમુદાયના હતા. અને કોઇ પણ શિયા દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદને કોઇ સુન્નીને સોંપી શકાય નહીં. જેથી મસ્જિદના માળખા પર શિયા સમુદાયનો અધિકાર ગણવામાં આવે.. શિયા વક્ફ બોર્ડ ઇચ્છતુ હતુ કે વિવાદિત સ્થળે ઇમામ-એ-હિંદ એટલે કે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવે. જેનાથી હિન્દૂ –મુસ્લિમ એકસાની મિસાલ કાયમ કરી શકાય.

સુપ્રીમ કોર્ટે શિયા સમુદાયના દાવા સામે સવાલ પણ કર્યા હતા. સીજેઆઇએ સવાલ કર્યો હતો કે શિયા વક્ફ બોર્ડની અપીલ 1946માં ફગાવાઇ હતી. પરંતુ તમે 2017માં એસએલપી દાખલ કરી. આટલો વિલંબ કેમ થયો. જેની સામે શિયા વક્ફ બોર્ડે દલીલ આપી હતી કે તેમના દસ્તાવેજ સુન્ની પક્ષકારોના કબ્જામાં હતા. જો કે કોર્ટે આ તમામ દલીલો અમાન્ય ગણી હતી.

READ ALSO

Related posts

જંગલબુક: અહીં જંગલમાં ફરી રહ્યો છે કાળો ચિત્તો, તમે પણ જોઈને કહેશો આજ તો છે અસલ ‘બઘીરા’

Pravin Makwana

આર્થિક મંદીના કારણે ભારતની આ સૌથી મોટી IT કંપની 18 હજાર કર્મચારીઓની કરી દેશે છટણી

Dilip Patel

‘આઝાદ જમ્મુ-કાશ્મીર’ ના લોકો પાકિસ્તાનથી ઇચ્છે છે આઝાદી, POKની સત્તાવાર વેબસાઈટ હેક થતાં પાકિસ્તાન ધૂઆંપૂઆં

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!