GSTV
Home » News » ચાઇનીઝ વિડીયો એપ ટીકટોક પર પ્રતિબંધના મદ્રાસ હાઇકોર્ટના આદેશને રોકવાનો સુપ્રીમનો ઇન્કાર

ચાઇનીઝ વિડીયો એપ ટીકટોક પર પ્રતિબંધના મદ્રાસ હાઇકોર્ટના આદેશને રોકવાનો સુપ્રીમનો ઇન્કાર

ચાઇનીઝ વિડીયો એપ ટીકટોક પર પ્રતિબંધ લગાવવાના મદ્રાસ હાઇકોર્ટના આદેશને અટકાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. ત્યારે આ અંગેની વધુ સુનાવણી તા.રર એપ્રિલના રોજ રાખી છે. ત્યારે ચાઇનીઝ એપ ટીકટોકની મદદથી અશ્લીલ સામગ્રીઓનો ફેલવો થાય છે. અને તે ભારતીય સંસ્કૃતિના અપમાન થાય છે. તેવી દલીલ સાથે મદ્રાસ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી એપ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી હતી.

Supreme Court refuses to stay Madras High Court order imposing a ban on Chinese video app TikTok. A Bench headed by Chief Justice Ranjan Gogoi posts the matter for hearing on April 22 as the case is coming up for hearing tomorrow in Madras High Court.— ANI (@ANI) April 15, 2019

જેના પગલે મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ એપ પર પ્રતિબંધ મુકવા માટે આદેશ કર્યો હતો. ત્યારે અદાલતના આ આદેશને રોકવા અને એપ પરનો પ્રતિબંધ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે મંગળવારે કોર્ટે તેની સુનાવણી ૧પ એપ્રિલના રોજ કરવાનો નિર્ણય કર્યો હતો અને અદાલતે તે બાબતે સુનાવણી હાથ ધરી હતી. ત્યારે આ એપના માધ્યમથી અશ્લીલ સામગ્રી યુવાનો સુધી પહોંચી શકતું હોવાનું અંગે પણ અદાલતે ચિંતા વ્યકત કરીને આ નિર્ણય કર્યો હતો.

ત્યારે ચીની કંપનીએ દલીલ કરતા જણાવ્યું કે આ એપને એક અબજ લોકોથી વધુએ ડાઉનલોડ કરી છે. જ્યારે મદ્રાસ હાઇકોર્ટે એક તરફી આદેશ કર્યો છે. ત્યારે મદ્રાસ હાઇકોર્ટે ૩ એપ્રિલના રોજ મોબાઇલ ટીકટોક પર પ્રતિબંધ મુકવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો. ત્યારે ટીકટોકમાં કેટલીક સામગ્રી એવી છે જે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરે છે. અને અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે. આથી તેના પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે અદાલતમાં અરજી આપવામાં આવી હતી. ત્યારે અદાલતે મિડીયાને પણ ટીકટોક સાથે બનાવવામાં આવેલા વિડીયો કલીપ્સનું પ્રસારણ પણ નહી કરવા આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

પાણીમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવો પડ્યો બહુ મોંઘો, થઈ એવી દુર્ઘટના કે, ક્યારેય ભૂલી નહીં શકે છોકરી

NIsha Patel

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!