GSTV
Home » News » મુસ્લિમ સમુદાયમાં નિકાહ હલાલાને પડકારતી અરજી પર SCનો તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર

મુસ્લિમ સમુદાયમાં નિકાહ હલાલાને પડકારતી અરજી પર SCનો તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર

મુસ્લિમ સમુદાયમાં હલાલા અને બહુવિવાહ પ્રથા વિરૂદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની આગેવાનીવાળી બેંચે કહ્યું કે અમે શિયાળાની રજા બાદ આ મામલો જોઈશું. આ મામલો સુપ્રીમ કોર્ટે બંધારણિય બેંચને મોકલી દીધો છે.

ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ અશ્વિની ઉપાધ્યાયે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અરજીમાં હલાલા અને બહુવિવાહને રેપ જેવા ગુના જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જ્યારે બહુવિવાહને ગંભીર ગુનો ગણવામાં આવે તેવી માંગ કરાઈ છે.

જો હાલનાં મુસ્લિમ  પર્સનલ લૉની જોગવાઈને જોઈએ તો તેના મુજબ, જો કોઈ મુસ્લિમ મહિલાનાં તલાક થઈ ચૂક્યા છે અને તે મહિલા ફરીથી તે  પતિ સાથે ફરી નિકાહ કરવા માંગે છે. તો તેણે પહેલાં કોઈ અન્ય વ્યક્તિની સાથે લગ્ન કરીને એક રાત વિતાવી પડે છે. તેને નિકાહ હલાલા કહે છે.

ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ અશ્વિની ઉપાધ્યાયે બહુવિવાહ, નિકાહ હલાલા,નિકાહ મુતાહ(શિયાઓની વચ્ચે અસ્થાયી વિવાહ) અને નિકાહ મિસ્યાર(સુન્નીઓની વચ્ચે અલ્પકાલિક વિવાહ)ની પ્રથાને પડકારતા તેમની અરજી પર જલ્દીથી સુનાવણી કરવાની માંગ કરતાં કહ્યુ છેકે, આ સંવિધાનના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન કરે છે.

આર્ટિકલ 14 કાયદાને સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે, આર્ટિકલ 15 ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મસ્થાનના આધાર પર ભેદભાવને રોકે છે અને આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના સંરક્ષણનું અધિકાર આપે છે.

READ ALSO

Related posts

WHOની ચેતવણી: ઈરાનમાં કોરોનાથી 34નાં મોત, ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર

Bansari

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381 કરોડનો ઘટાડો

Mayur

નોકરીયાત વર્ગને મોટો ફટકો, PF પર ઘટી જશે આટલા ટકા વ્યાજ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!