GSTV

અપરાધિક રેકોર્ડ ધરાવતા લોકોને ઉમેદવાર નહીં બનાવવાની અરજી પર જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

prashant bhushan news

Last Updated on January 22, 2019 by Karan

અપરાધી રેકોર્ડ ધરાવતા લોકોને ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવા રાજકીય પક્ષોને આદેશ આપવા ઇચ્છતી એક અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેંચે જો કે અરજદાર અને ભાજપના નેતાને આ મામલે ચૂંટણી પંચમાં રજૂઆત કરવા મંજૂરી આપી હતી.

‘અમને આ અરજી સાંભળવામાં જરાય રસ નથી. જો કે અરજદાર ચાહે તો યોગ્ય આવેદન લઇ ચૂંટણી પંચમાં જઇ રજૂઆત કરી શકે છે ‘એમ બેંચે કહ્યું હતું. અરજદારે પોતાની અરજીમાં ગંભીર અપરાધોમાં સંડોવાયેલાઓને રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર બનાવતા રોકવા કોર્ટમાંથી માર્ગદર્શન માગ્યું હતું.

અરજદારે કહ્યું હતું કે આ મુદ્દો ૧૦ ઓકટોબર ૨૦૧૮માં એટલા માટે ઉઠાવવો પડ્યો હતો કે  પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના જાહેરનામું જારી કરતી વખતે અપરાધીક રેકોર્ડ ધરાવતા લોકોને રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર બનાવતા રોકવા આદર્શ આચાર સંહિતા અને ચૂંટણી પ્રતિક આદેશ ૧૯૬૮માં ચૂંટણી પંચે સુધારા કર્યા નહતા.

‘ભારતમાં રાજકારણનું અપરાધીકરણ વધ્યું છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે સંસદના ૨૪ ટકા સભ્યો સામે ગંભીર અપરાધના કેસની સુનાવણી બાકી હતી.’

૨૦૦૯ના લોકસભાની ચૂંટણી  માટેના ૭૮૧૦ ઉમેદવારો પૈકી ૧૧૫૮ અથવા ૧૫ ટકા ઉમેદવારોએ પોતાના ગુના જાહેર કર્યા હતા જેમાં ૬૧૦ અથવા આઠ ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૧૩૯૮ અથવા ૧૭ ટકા ઉમેદવારોએ પોતાના ગુના જાહેર કર્યા હતા જેમાં ૮૮૯ અથવા ૧૧ ટકા સામે ગંભીર ગુના નોંધાયા હતા.

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!