GSTV
Home » News » કર્ણાટકના રાજકીય સંકટમાં નવો વળાંક, 17 ધારાસભ્યો માટે ખૂલ્યા સુપ્રીમના દરવાજા

કર્ણાટકના રાજકીય સંકટમાં નવો વળાંક, 17 ધારાસભ્યો માટે ખૂલ્યા સુપ્રીમના દરવાજા

સુપ્રિમ કોર્ટે કર્ણાટક વિધાનસભાની 15 બેઠકો પર યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી લડવાની મંજૂરી આપવા મામલે કર્ણાટકનાં ગેરલાયક 17 ધારાસભ્યોની યાચિકા પર સુનાવણી કરવા માટે હકારાત્મક જવાબ આપ્યો છે. જસ્ટીસ એનવી રમણની અધ્યક્ષતા વાળી ખંડપીઠે જણાવ્યું કે, પેટાચૂંટણી લડવા માટે થનગનતા ગેરલાયક ધારાસભ્યોને અંતરિમ રાહત આપવા માટે અયોગ્ય વિધાયકોની અરજી પર 25 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગેરલાયક ઠરેલા ધારાસભ્યોની તરફથી સિનીયર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તત્કાલિન વિધાનસભા સ્પીકર રમેશ કુમારના આદેશ પ્રમાણે આ લોકો વર્તમાન વિધાનસભા કાર્યકાળ દરમિયાન ચૂંટણી લડી શકતા નથી. વિધાનસભાનો કાર્યકાળ 2023માં પૂર્ણ થશે.

બીજી તરફ ચૂંટણી પંચનાં વકીલે કોર્ટને કહ્યું કે વિધાનસભાની 15 ખાલી બેઠકો માટે પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પાડાવમાં આવ્યું છે, તેથી કોર્ટે ચૂંટણી પર પ્રતિબંધ લગાવવો જોઇએ નહિં. આયોગનાં વકીલે કહ્યું કે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા વિધાનસભા સ્પીકરનો આદેશ તેમને પેટાચૂંટણી લડવાનાં અધિકારીથી વંચિત કરી શકે નહિં.

તત્કાલિન અધ્યક્ષે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. જેનાં પરિણામસ્વરૂપ રાજ્યમાં એચડી કુમારસ્વામીનાં નેતૃત્વમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર ઘરભેગી થઇ ગઇ હતી. સદનમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં અસફળ રહેલા કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

ત્યારબાદ ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાનાં નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં આવી હતી. અયોગ્ય ઘોષિત થયેલા વિધાયકોએ વિધાનસભા સ્પીકરનાં નિર્ણયને પડકરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાંથી અમુક ધારાસભ્યોએ તત્કાલિન સ્પીકર આર.રમેશ કુમારનાં નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમજ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમણે વિધાનસભા સ્પીકરનાં નિર્ણય પહેલા જ પોતાના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું.

READ ALSO

Related posts

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

મહારાષ્ટ્રનાં રાજકારણમાં BJPની ફરી એન્ટ્રી, 145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે : નારાયણ રાણે

pratik shah

નૌસેનાના 25 હજાર કરોડ રૂપિયાના સોદામાં ટાટા અને અદાણી સાથે ચાર ફર્મ શામેલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!