GSTV

ગુજરાતમાં એલર્ટ, પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા ગૃહવિભાગનો આદેશ

આજે શનિવારે સવારે દસેક વાગે સુપ્રિમ કોર્ટ રામમંદિર અંગેનો ચુકાદો સંભળાવશે. આ ચુકાદાને પગલે રાજ્યમાં કાયદો અને  વ્યવસૃથાની સિૃથતી બગડે નહીં તે માટે રાજ્ય ગૃહ વિભાગે ગુજરાત પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ  કર્યો છે.

કર્મચારીઓને રજાઓ રદ કરી

આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. રજા પર ગયેલાં તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં શુક્રવારની મધરાતથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગૃહવિભાગે પોલીસને સ્ટેન્ડ ટુ કરી

રામમંદિરનો ચુકાદો જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ગુજરાતમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ જળવાઇ રહે તે માટે રાજ્યના ગૃહવિભાગે પોલીસને સ્ટેન્ડ ટુ કરી દીધી છે. આ ઉપરાંત શુક્રવારે મોડી રાતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાકીદે રાજય પોલીસ વડા શિવાનંદ ઝા સાથે બેઠક યોજી ગુજરાતમાં કાયદો અને વ્યવસૃથાની સિૃથતી જળવાઇ રહે તે માટે ચર્ચા કરી હતી.

ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર

કોઇપણ અનિચ્છિય ઘટના ન બને તેની તકેદારી રાખવા પોલીસને આદેશ અપાયો હતો. વિઘટનકારી તત્વો પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. ચુકાદાને પગલે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં પોલીસ કર્મચારીઓની રજા રદ કરીને તાકીદે ફરજ પર હાજર થવા ફરમાન જારી કરાયુ હતું.સવેદનશીલ વિસ્તારોમાં મધરાતથી જ પોલીસ કુમક ઉતારી દેવામાં આવી હતી.

પેટ્રોલિંગ પણ શરૂ

એસઆરપીએફ સહિત રેપિડ એક્શન ફોર્સે ફલેગમાર્ચ કરીને પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધુ હતુ.ચુકાદા બાદ લોકો વચ્ચે ભાઇચારો જળવાઇ રહે તે માટે શાંતિ સમિતીની બેઠકો પણ બોલાવવામાં આવી હતી. મુસ્લિમ ધર્મગુરૂ અને આગેવાનો સાથે મિટીગો કરવામાં આવી હતી.

સોશિયલ મિડીયામાં ભડકાઉ માહોલ ઉભો ન થાય તે માટે નજર

ખાસ કરીને ચુકાદા બાદ સોશિયલ મિડીયામાં ભડકાઉ માહોલ ઉભો ન થાય તે માટે નજર રાખવા સાયબર પોલીસને સજજ કરાઇ હતી. વોટ્સએપ સહિત સોશિયલ મિડિયામાં કોઇ ધર્મ વિરૂધૃધ લેખ-લખાણ,કોમેન્ટ કે ચિત્ર ન મૂકાય તે જોવા ખાસ જોવા આદેશ અપાયો હતો.સ્ટેટ અને જિલ્લા કક્ષાએ સાયબર સેલને સતર્ક રહેવા જણાવાયુ છે.

પવિત્ર યાત્રાધામો પર સુરક્ષા વધારાઈ

ગુજરાતમાં અંબાજી, સોમનાથ સહિતના પવિત્ર યાત્રાધામોની સુરક્ષા વધારાઇ છે. એસટી,રેલ્વે સ્ટેન્ડ ઉપરાંત જાહેર સૃથળો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રામમંદિરના ચુકાદા બાદ કોઇ અનિચ્છિય ઘટના ન બને તે અંગે પોલીસ અત્યારથી એલર્ટ બની છે. દરિયાકાંઠે પણ મરીન પોલીસને એલર્ટ રહેવા આદેશ કરાયો છે. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કરતાં રાજ્ય સરકાર સતર્ક બની છે.

Read Also

Related posts

…તો અમે આશ્રમને સળગાવી દઈશું, કરણી સેનાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો

Nilesh Jethva

કપરાડામાં સામે આવ્યું કરોડોનું કૌભાંડ, યોજના માત્ર કાગળ પર છતા થયું ચુકવણું

Nilesh Jethva

એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાના રિપોર્ટ બાદ કોંગ્રેસે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!