GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

સવાલ-જવાબો સાથે સુપ્રીમ કોર્ટે રફાલનો ચુકાદો રાખ્યો સુરક્ષિત

સુપ્રીમ કોર્ટે એરફોર્સના ચાર વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ રફાલ ડીલ પર તમામ અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ રફાલ ડીલની તપાસ કરવી કે નહીં તેનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. રફાલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મહત્વની સુનાવણી થઈ છે. કેન્દ્ર સરકારે ગત સુનાવણીમાં 36 રફાલ યુદ્ધવિમાનની કિંમત અને તેના ફાયદા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં બે સીલબંધ રિપોર્ટની સોંપણી કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ આના સંદર્ભે મહત્વની સુનાવણી કરી છે. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે તેમણે રફાલની કિંમતોની જાણકારી આપી દીધી છે. પરંતુ તેની સમીક્ષા કરવી નિષ્ણાતોનું કામ છે. આની કોર્ટ સમીક્ષા કરી શકે નહીં.

લંચ બાદ સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના કહેવાથી એરફોર્સના ચાર વરિષ્ઠ અધિકારીઓ અદાલતમાં પહોંચ્યા હતા. એરફોર્સના વાઈસ એર માર્શલ ચલપતિ અને વી. આર. ચૌધરી અને વાયુસેનાની ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર ઈન ચીફ આલોક ખોસલા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ એરફોર્સના અધિકારીઓને ઘણાં સવાલો પુછયા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે વાયુસેનામાં સૌથી નવું વિમાન ક્યું આવ્યું છે? એરફોર્સના અધિકારીએ જવાબ આપ્યો હતો કે સુખોઈ-30. સીજેઆઈએ સવાલ કર્યો હતો કે શું નવું વિમાન ફોર્થ જનરેશનનું છે? વાયુસેનાના અધિકારીએ કહ્યુ હતુ કે આ સાડા ત્રણ પેઢીનું વિમાન છે. સીજેઆઈએ સવાલ કર્યો હતો કે મિરાજ વાયુસેનામાં ક્યારે આવ્યું હતું? વાયુસેના અધિકારીએ કહ્યુ કે 1985માં. સીજેઆઈએ કહ્યુ છે કે જે નવું યુદ્ધવિમાન આવવાનું છે. તે કઈ જનરેશનનું છે? તેના જવાબમાં એરફોર્સ અધિકારીએ કહ્યુ હતુ કે ફીફ્થ જનરેશનનું. જસ્ટિસ જોસેફે સવાલ કર્યો છે કે જૂનું આરએફપી જૂન-2015માં પાછું લઈ લેવામાં આવ્યું હતું અને નવું આરએફપી પેન્ડિંગ હતું. તો વડાપ્રધાને કેવી રીતે ડીલનું એલાન કરી દીધું?

અટોર્ની જનરલે કંઇક જોયું હતું

અટોર્ની નજરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે તેમણે એક એવી ફેક્ટરી જોઈતી હતી કે જે ભારતમાં 108 એરક્રાફ્ટ સમયસર બનાવી શકે. એચએએલ આ કામ પૂર્ણ કરવા માટે સક્ષમ નથી. તેમને આની જરૂરિયાત હતી. જો તેઓ યોગ્ય રીતે આ તમામનું નિર્માણ કરી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ડીલમાં ટેક્નોલોજીના ટ્રાન્સફરની વાત પણ હતી. તેના સંદર્ભે અટોર્ની જનરલે કહ્યુ હતુ કે એચએએલની પાસે કુશળ લોકો નથી. અટોર્ની જનરલે કોર્ટને જણાવ્યુ હતુ કે વેન્ડરની પાસે જ ઓફસેટ પાર્ટનરને પસંદ કરવાની છૂટ હતી. વેન્ડરે જે પાર્ટનર પસંદ કર્યો. તેને ફ્રાંસની સરકારે પણ મંજૂરી આપી હતી. સીજેઆઈએ તેના પર કહ્યુ હતુ કે જ્યારે ફોર્મેટમાં કહેવામાં આવ્યું છે કે તમારે વિગતો આપવાની છે. તો ત્યારે તમે એમ કહી શકો નહીં કે તેમણે વિગતો આપી નથી.

ગાઇડલાઇનમાં તો એ નથી લખ્યું

સંરક્ષણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે 2014માં જે પરિવર્તન કરવામાં આવ્યું હતું. તે 2015માં મંજૂર થયું હતું. જો હથિયાર બનાવનારી કંપની ઓફસેટ ડિટેલ્સ આપે છે. તો તેઓ પણ આપી શકે છે. જો ડિટેલ્સ આવશે નહીં. તો ઓફસેટનું જોખમ પણ વધી શકે છે. અટોર્ની જનરલે કહ્યુ છે કે ગાઈડલાઈન્સમાં એ નથી લખ્યું કે ઓફસેટ પાર્ટનર ભારત તરફથી જ પસંદ કરવામાં આવશે. એ જરૂરી નથી કે કંપનીને ઓફસેટ પાર્ટનરની જાણકારી શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલયને આપવાની હોય, આ જાણકારી ઓફસેટ ક્રેડિટના સમયે પણ આપી શકાય છે. સીજેઆઈએ સરકારને સવાલ કર્યો હતો કે ક્યાં-ક્યાં દેશ રફાલ ઉડાડે છે. સરકારે કહ્યુ હતુ કે ફ્રાંસ, કતર અને ઈજીપ્ત રફાલ ઉડાડે છે. અટોર્ની જનરલે કહ્યુ છે કે ફ્રાંસની સરકારની તરફ આના સંદર્ભે કોઈ ગેરેન્ટી આપવામાં આવી નથી. જો કે બાદમાં લેટર ઓફ કમ્ફર્ટ આફવામાં આવ્યો હતો. સીજેઆઈએ સવાલ કર્યો હતો કે શું સરકારની પાસે આ યુદ્ધવિમાનનની કોઈ ગેરેન્ટી છે… તેના પર અટોર્ની જનરલે કહ્યુ હતુ કે નહીં આવું નથી.

સંરક્ષણ મંત્રાલયનો પક્ષ સાંભળવા માગતા નથી

લંચ પહેલા સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે તેઓ સંરક્ષણ મંત્રાલયનો પક્ષ સાંભળવા ઈચ્છતા નથી. તેઓ ચાહે છે કે કોઈ એરફોર્સના અધિકારી આવે અને પોતાની જરૂરિયાતો જણાવે. અટોર્ની જનરલે સીજેઆઈને કહ્ય હતુ કે થોડીક મિનિટોમાં એરફોર્સના અધિકારી આવી રહ્યા છે. જસ્ટિસ જોસેફે સવાલ કર્યો હતો કે શું નવા વિમાન જે આવવાના છે.. તે જૂના વિમાન જેવા જ છે. તેના પર સરકારે કહ્યુ હતુ કે નવા વિમાનોમાં ઘણું બધું નવું હશે. સીજેઆઈએ સવાલ કર્યો હતો કે નવા વિમાનમાં શું હશે… શું તેને જાહેર કરવામાં આવ્યું છે.. તો સરકારે આનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ જોસેફે સવાલ કર્યો છે કે જ્યારે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ એપ્રિલ-2015ને પાછી લઈ લેવામાં આવી હતી અને નવી આરએફપી જાહેર કરવામાં આવી નથી. તો ડીલ કેવી રીતે સાઈન થી.. મુખ્ય ન્યાયાધીશે કહ્યુ છે કે શું આરએપપી જરૂરી હોય છે. તેના પર અટોર્ની જનરલે જવા આપ્યો કે આવું જરૂરી નથી.

આમા દેશનું શું હિત હતું ?

સંરક્ષણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ ડિફેન્સ ઓફસેટ ગાઈડલાઈનની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતુ કે ઓફસેટ કોન્ટ્રાક્ટ મુખ્ય કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત હોય છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે 2015માં ઓફસેટ ગાઈડલાઈન્સને શા માટે બદલવામાં આવી? આમા દેશનું શું હિત હતું? જો ઓફસેટ પાર્ટનર કોઈ ઉત્પાદન કરે નહીં તો શું? સીજેઆઈ ગોગોઈએ કહ્યુ હતુ કે એર માર્શલ અને વાઈસ એરમાર્શલ પાછા જઈ શકે છે. અહીં કોર્ટમાં અલગ પ્રકારની વોર ગેમ છે. અમે તમને તમારા વોરરૂમ્સમાં પાછા જવાની મંજૂરી આપીએ છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા એરફોર્સના ચાર વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમને પાછા જવાની મંજીરી આપવામાં આવી હતી. અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે આપણે કારગીર યુદ્ધ વખતે ઘણાં સૈનિકો ગુમાવ્યા હતા. કારગીલ યુદ્ધ વખતે રફાલ યુદ્ઘવિમાનો હોત. તો સૈનિકોને ગુમાવવાની સંખ્યા ઓછી હોત.

READ ALSO 

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!