GSTV
Home » News » મરાઠા અનામત : મહારાષ્ટ્રમાં રાજકીય ભૂંકપો વચ્ચે સુપ્રીમ કરશે આ મહિને સુનાવણી

મરાઠા અનામત : મહારાષ્ટ્રમાં રાજકીય ભૂંકપો વચ્ચે સુપ્રીમ કરશે આ મહિને સુનાવણી

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા વિરૂદ્ધ દાખલ થયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ જાન્યુઆરી મહિનામાં સુનાવણી કરશે. બોમ્બે હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાના સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો.

જે બાદ અરજકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી 22 જાન્યુઆરી 2020ના રોજ કરશે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં 16 ટકા અનામત આપવાની મંજૂરી આપી હતી.

સરકારના આ નિર્ણયને બોમ્બે હાઇકોર્ટે પણ બહાર રાખ્યા બાદ એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં મરાઠાઓને અનામત એ બંધારણ દ્વારા નક્કી કરાયેલી 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન હોવાનું જણાવવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને સર્જાયેલા ગતિરોધ વચ્ચે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મહત્વની બેઠક યોજાઇ.

મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ પર પક્ષની આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ અહેમદ પટેલ, એ.કે. એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી.

મહત્વનું છે કે શિવસેનાને સમર્થન આપવા મુદ્દે હજુ સુધી કોંગ્રેસ કે પછી એનસીપીએ પણ ખુલીને કંઇ પણ નથી કહ્યું. જો કે કોંગ્રેસ સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્યો સરકારમાં સામેલ થવા ઇચ્છુક છે.

READ ALSO

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!