GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગ્લોબલ સ્કૂલને સુપ્રીમનો આદેશ- વિદ્યાર્થીઓને પરત લો, ‘તમે વેપારી નથી શૈક્ષણિક સંસ્થા ચલાવો છો’

Global International School Ahmedabad

અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કુલ એફઆરસી મુદ્દે સુપ્રીમ કોર્ટે વાલીઓ તરફી ચુકાદો આપ્યો છે અને કાઢી મુકવામા આવેલા વિદ્યાર્થીઓને સ્કુલમાં પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે, તમે વેપારી નથી. તમે શૈક્ષણિક સંસ્થા ચલાવો છો. સુપ્રીમ કોર્ટે ચુકાદામા કહ્યુ હતુ કે, સ્કુલોએ એફઆરસીના નિયમો પાળવા અનિવાર્ય છે. જો એફઆરસી પ્રમાણે શાળાઓ ફી ન લે તો સરકાર પગલા ભરી શકે છે.

અગાઉ બાળકોને ફી ભરવા ધમકાવ્યા હતા

FRCની જગ્યાએ નિયત ફી ભરવા માટે ગ્લોબલ સ્કૂલે વાલીઓને ફી ચૂકવવા માટે જાણ કરી હતી અને બાળકોને લઈ જવા જાણ કરી હતી. વાલીઓ સ્કૂલ પહોંચતા તેમને અંદર પ્રવેશવા દેવાયા ન હતા. બાળકોને એક રૂમમાં પૂરી દીધા હતા અને સ્કૂલ છૂટવાના સમયે બહાર જવા દીધા હતા. બાળકોને ફી ભરવા માટે ધમકાવ્યા હતા જેથી બધા બાળકો ભયભીત થયા હતા.

FRCએ અગાઉ સ્કૂલનો ઉધડો લીધો હતો

ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સમક્ષ સુનાવણીમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત થઈ હતી. FRCએ ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલનો ઉધડો લઈ બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરાવવા અને FRCએ નક્કી કરેલી ફી લેવા જણાવ્યું હતું. જો સ્કૂલ તે મુજબ ફી નહીં સ્વીકારે તો તેમની સામે પગલાં લેવાની ચીમકી આપવામાં આવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, 18 મહિના સુધી FRCમાં ગયા વગર શાળા ફી માગે તે ગંભીર બાબત છે.

વાલીઓ મુખ્યમંત્રીને મળવા ગયા હતા

FRCના આદેશ બાદ પણ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓને એડમિશન રદ થઈ ગયા હોવાથી પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. વાલીઓએ સ્કૂલ પાસે લેખિતમાં માંગ કરી છે. સ્કૂલની મનમાની બાદ વાલીઓ મુખ્યમંત્રીને મળવા કોબા સ્થિત કમલમ દોડી ગયા હતા. જો કે તેમણે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાને મળીને જ સંતોષ માનવો પડ્યો હતો.

Read Also

Related posts

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતો પાયમાલ, પાક નુકસાનીનું વળતર ચૂકવે સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!