GSTV
Gujarat Government Advertisement

અનિલ અંબાણીને સુપ્રિમ કોર્ટે આપી મોટી રાહત, કેન્દ્ર પાસેથી મળશે 104 કરોડ રૂપિયા

Last Updated on January 7, 2020 by Mansi Patel

ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે સુપ્રિમ કોર્ટમાંથી રાહતનાં સમાચાર આવ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છેકે, તેઓ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 104 કરોડ રૂપિયા રિફંડ કરે.

બેંક ગેરંટીની બાકી રકમને લઈને ચાલી રહ્યો હતો વિવાદ

રિલાયન્સ કોમ્યુનિકેશને સ્પેક્ટ્રમ માટે 908 કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપી રાખી હતી. 774 કરોડ રૂપિયાની સ્પેક્ટ્રમ ચાર્જ બાકી હોવાને કારણે કેન્દ્ર સરકારે આ બેંક ગેરંટીને રિડીમ કરી હતી. તેની સામે રિલાયન્સ કોમ્યુનિકેશના ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપીલેટ ટ્રિબ્યુનલમાં કેન્દ્ર સરકારની સામે કેસ કર્યો હતો. ટીડીસેટએ 21 ડિસેમ્બર 2018એ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે, તેઓ બેંક ગેરંટીના 104 કરોડ રૂપિયા રિલાયન્સ કોમ્યુનિકેશનને પાછા આપી દે.

ટીડીસેટનાં નિર્ણયની સામે કેન્દ્રએ આપ્યો હતો પડકાર

રિલાયન્સ કોમ્યુનિકેશનના પક્ષમાં આપેલાં ટીડીસેટના નિર્ણયની સામે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. મંગળવારે સુપ્રિમ કોર્ટના જસ્ટિસ આરએફ નરીમન અને એસ રવિન્દ્ર ભટની પીઠે અપીલને ફગાવતા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે તે, રિલાયન્સ કોમ્યુનિકેશનને બાકી બેંક ગેરંટીના 104 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દે. આ બાકી રકમમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ પહેલા જ 30.33 કરોડ રૂપિયા એડજસ્ટ કરી ચૂક્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!