GSTV
Home » News » RTI એક્ટને લઈને સુપ્રિમ કોર્ટે RBI સામે કરી લાલ આંખ

RTI એક્ટને લઈને સુપ્રિમ કોર્ટે RBI સામે કરી લાલ આંખ

સામાન્ય જનતા દ્વારા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે બેંકોના વર્ષિક પ્રદર્શમ અંગેની માહિતી RTI હેઠળ માંગવામાં આવે છે.પરંતુ RBI તેને નજરઅંદાજ કરીને જવાબ આપતી નથી. આ અંગે સુપ્રિમમાં અનેક અરજીઓ થાય છે. પરંતુ  RBI રાઈટ ટૂ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ કોઈ પણ માહિતી સાર્વજનિક કરતી નથી. ત્યારે સુપ્રિમના આદેશની વારંવાર અવમાનના કરતા સુપ્રિમ કોર્ટ રોષે ભરાઈ હતી. સુપ્રિમ કોર્ટે આરબીઆઈને ટકોર કરતાં કડક શબ્દોમાં કહ્યુ છેકે, RTI હેઠળ બેંકોની માહિતી આપવી જરૂરી છે. આ અંગે બેંકને અંતિમ તક આપવામાં આવે છે.

સુપ્રિમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છેકે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકિંગ સેક્ટરની સર્વોચ્ચ અને નિયમનકારી સંસ્થા છે. RBIએ બેંકોનો વાર્ષિક રિપોર્ટ જાહેર જનતા વચ્ચે મુકવો ફરજીયાત છે. RBIએ બેંકોના NPA, NPA ડાયવર્ઝન અને પ્રોવિઝનની બધી જ વિગતો જાહેર કરવી પડશે.આજે હાથ ધરાયેલ કેસમાં કોર્ટના આદેશની અવમાનના કરવા બદલ RBIના ગવર્નર સામે પણ કન્ટેમ્પ્ટ ચલાવવા માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજીને ના મંજૂર કરી છે. અને આરબીઆઈને અંતિમ તક આપી છે. ત્યારે રસપ્રદવાત એ છેકે, RBI બધીજ માહિતી જાહેર કરે તો બેંકોની અંદરખાને થયેલી ભૂલો અને અન્ય બધાજ કાળા-ધોળા કામો છતાં થઈ જશે.

READ ALSO

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!