GSTV

મનમાની કરતા શાળા સંચાલકોને SCનો મોટો ઝટકો, વિદ્યાર્થીઓને રાહત અને શાળાઓને ફટકો

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે 1863 શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે.જો પ્રસ્તાવ નહીં આપે તો તેના પર પગલા પણ લઈ શકાશે. રાજ્યની 16000 સ્કૂલ પૈકી 1863 સ્કૂલે ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે. ફીના મુદ્દે મનમાની કરતા શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને બે અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે.. કોર્ટે શાળા સંચાલકોને સરકારી જાહેરાતનો અમલ કરવા આદેશ કર્યો છે.રાજ્યમાં 16 હજાર માંથી 1800 શાળાઓએ ફી નિયમનને લગતો પ્રસ્તાવ જ આપ્યો નથી ત્યારે કોર્ટે બે અઠવાડિયામાં પ્રસ્તાવ આપવાની વાત કહી છે. ફી નિયમન કમિટીને પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે..જો શાળા દ્વારા પ્રસ્તાવ નહી આપવામાં આવે તો પગલા ભરવામાં આવી શકે છે. ફીના મુદ્દે સરકાર દ્વારા શાળઓને ચીઠ્ઠી લખી જાણ પણ કરવામાં આવશે.

ફી નિયમનના રાજ્ય સરકારના કાયદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.જેના પર આજે થયેલી સુનાવણી એક કલાક કરતા વધુ સમય ચાલી હતી.જે સમયે  એક કલાક ઉપરાંત ચાલેલી સુનાવણીમાં  એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે શાળા ટ્રાન્સપોર્ટ, ખોરાક,યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય પ્રવૃત્તિઓ ફરજિયાત બનાવી તેના વિશેની ફી લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલની રજૂઆતોને સ્વીકારી છે.સરકાર શાળાઓને આ બાબતે જાણ કરશે અને શાળાઓએ તેનો અમલ કરવો પડશે.

રાજ્ય સરકાર ખાનગી શાળાઓની મનમાની સામે ફી નિયમનનો કાયદો લાવી છે..અને તે માટે શાળાઓએ પોતાની ફીની પ્રપોઝલ મુકવાની હોય છે ત્યારે સરકારના આ કાયદાને શાળા સંચાલકોએ સુપ્રીમમાં પડકાર્યો હતો, જોકે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં ફી પ્રસ્તાવ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને આ મામલે એક મહિના બાદ સુનાવણી હાથ ધરાશે.

ઘોડે સવારી અને સ્વિમિંગની ફી જરૂરી ન હોય શકેઃ સુપ્રીમ કોર્ટ

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે શાળાઓને કહ્યું કે,ઘોડેસવારી અને સ્વિમિંગની ફી પણ જરૂરી ન હોય શકે. તેમજ ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન હોય શકે. જ્યાારે ઈતર પ્રવૃત્તિનું ફી લિસ્ટ સરકાર આપશે. ઈતર ફી અંગે દબાણ કરી શકાય નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટ એક મહિના બાદ વધુ સુનાવણી હાથ ધરશે.

  • ફી નિયમન મુદ્દે SCનો આદેશ
  • 2 અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ આપે શાળાઓ: SC
  • 16000 પૈકી 1863 સ્કૂલે ફીનો પ્રસ્તાવ આપ્યો નથી
  • પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને આપશે માહિતી
  • પ્રસ્તાવ નહીં આપે તો પગલાં લઈ શકાશે
  • સરકાર દ્વારા ચિઠ્ઠી લખી શાળાઓને જાણ કરાશે
  • જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે
  • ઘોડેસવારી, સ્વિમિંગની ફી જરૂરી ન હોઈ શકે: SC
  • ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન હોઈ શકે: SC
  • ઈતર ફીનું લિસ્ટ આપશે સરકારઃ SC
  • ઈતર ફી અંગે દબાણ ન કરી શકાયઃ SC
  • વધુ સુનાવણી 1 મહિના બાદ હાથ ધરાશે..

Related posts

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

લોકડાઉન અને વાવાઝોડાના કારણે ગુજરાતની 25 હજાર જેટલી ફિશિંગ બોટ પર રોજી રોટી રળતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!