GSTV

રામ મંદિર નિર્માણના પ્રીમના નિર્ણયને આવકારીએ છીએ : ભાજપના વરિષ્ઠ નેતાઓ

bjp mahagathbandhan

સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી વિલંબિત અયોધ્યા કેસમાં મધ્યસ્થતાથી ઉકેલ લાવવાનો ચુકાદો આપ્યા પછી ભાજપના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું છે કે અયોધ્યામાં મંદિરનું નિર્માણ થાય તે જરૃરી છે. 

કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ જણાવ્યું છે કે સુપ્રીમના ચુકાદાને માન આપવું જરૃરી છે પણ અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિરનું નિર્માણ જરૃરી છે અને મસ્જિદનું નિર્માણ વિવાદિત સ્થળની બહાર થવું જોઇએ. 

ભાજપના મહાસચિવ પી મુરલીધર રાવે જણાવ્યું છે કે વિવાદને લાંબા સમય સુધી વિલંબિત રાખવો કોઇના પણ હિતમાં નથી. આ વિવાદનો ઉકેલ મેળવવો મહત્ત્વપૂર્ણ છે પણ તેનાથી વધુ મહત્ત્વપૂર્ણ શ્રી રામજન્મ ભૂમિમાં વિશાળ મંદિરનું નિર્માણ કરવું જરૃરી છે. લાંબા સમય સુધી આ કાર્યને વિલંબિત રાખવું યોગ્ય નથી. 

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે રામ મંદિર નિર્માણનો મુદ્દો મંત્રણા માટેનો નથી. ભગવાન રામનો જે સ્થળે જન્મ થયો તે સ્થળે રામ મંદિરનું નિર્માણ ન કરવાનો પ્રશ્ર જ ઉભો થતો નથી. 

બસપા પ્રમુખ માયાવતીએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. બસપા સુપ્રીમના ચુકાદાને આવકારે છે. 

એઆઇએમઆઇએમના વડા અસુદુદ્દીન ઔવેસીએ શ્રી શ્રી રવિશંકરને સભ્ય બનાવવા અંગે જણાવ્યું હતં  કે તે નિષ્પક્ષ રીતે કામગીરી બજાવે તે જરૃરી છે. ઔવેસીએ જણાવ્યું હતું કે મુસ્લિમોને ભારત સિરિયા બની જશે તેવી ધમકી આપનાર મધ્યસ્થતાની પ્રક્રિયામાં નિષ્પક્ષ ભૂમિકા ભજવે તે જરૃરી છે. 

આ સંદર્ભમાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું છે કે આપણે બધાએ સાથે મળીને લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવવો જોઇએ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સૌ પક્ષકારો અને દેશના હિતમાં છે.

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!