GSTV
Home » News » સુપ્રીમનો આદેશઃ દરેક પક્ષ 30 મે સુધી ચૂંટણી પંચને આપે બોન્ડની જાણકારી

સુપ્રીમનો આદેશઃ દરેક પક્ષ 30 મે સુધી ચૂંટણી પંચને આપે બોન્ડની જાણકારી

sc rejects vvpat

ઈલેક્ટરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજી પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો પાસેથી વિગતો માંગી છે. કોર્ટે આ બોન્ડ પર રોક નથી લગાવી. 30 મેં સુધીમાં તમામ પક્ષોએ સુપ્રીમ કોર્ટને સીલ કવરમાં ઈલેક્ટરલ બોન્ડની વિગતો આપવી પડશે. રાજકીય પક્ષોએ તેમને ક્યાંથી ફંડ મળ્યું છે તેની વિગત સુપ્રીમમાં જમા કરાવવી પડશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, પારદર્શક રાજકીય ફંડ માટે શરૂ કરવામાં આવેલી  ચૂંટણી બોન્ડના ખરીદનારાઓની ઓળખ ન થઈ શકે તો ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગ પર અંકુશ લગાવવાના સરકારના પ્રયાસ નિરર્થક જશે. કોર્ટે કહ્યું કે, તમામ રાજતીય પાર્ટીએ બોન્ડમાં રાજકીય ફંડની જાણકારી આપવી પડશે. કોર્ટમાં આ પ્રકારની અરજી એક એનજીઓ દ્વારા કરવામાં આવી હતી.

જેમા યોજના અંગે સવાલ કરવામાં આવ્યા હતા. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને કેન્દ્રએ એમ કહીને પૂરજોશમાં હિમાયત કરી હતી કે તેનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ ખતમ થશે. કેન્દ્રએ કોર્ટને કહ્યું હતું કે, આ તબક્કામાં તે આ પ્રક્રિયામાં દખન ન આપે અને ચૂંટણી બાદ તેની તપાસ કરે કે આ કારગર રહી છે ક નહીં. સીજેઈ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેંચે સરકારને કહ્યું કે જ્યાં સુધી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની વાત છે તો તે સરકારના નીતિગત ફેંસલા સાથે જોડાયેલો મામલો છે. અને કોઈપણ સરકારને નીતિગત ફેંસલાથી રોકી ન શકાય.

Read Also

Related posts

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur

દિલ્હીમાં શા કારણે વધી રહ્યું છે પ્રદૂષણ, જાણીને આંખો થઈ જશે પહોળી

Dharika Jansari

પીએમસી બેન્કના ખાતેદારોના પૈસા પરત લાવવા માટે સરકાર કરી રહી છે આ કાર્યવાહી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!