મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ કરી છે. ટ્રાંસ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેઓ માને છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપી રહી છે
કોર્ટે પરમબીર સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. સાથે જ સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, સીબીઆઈની તપાસથી પોલીસના મનોબળને અસર થશે. સાથે જ વકીલે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસના પક્ષમાં નથી.જો કે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈ પરમબીર સિંહ સાથે જોડાયેલા કેસોની તપાસ કરશે.

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેક મામલો સીબીઆઈ પાસે જવો જોઈએ, જે મામલે કોર્ટ બિલકુલ તેના પક્ષમાં નથી. તપાસ એજન્સી પર કેમ બિનજરૂરી બોજ નાખવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. તો સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે, પરમબીર સિંહ ઘણા મહિનાઓથી ફરાર છે, સુપ્રીમ કોર્ટમાંથી રક્ષણ મળ્યા પછી જ તે સામે આવે છે. વકીલે દલીલ કરતા કોર્ટને કહ્યું હતું કે આવી વ્યક્તિની અરજી પર કેસ ટ્રાન્સફર કરવો યોગ્ય નથી. જો કે આ મામલે દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ કેસમાં હાજર રહેલા પરમબીર સિંહના વકીલ પુનીત બાલીએ કહ્યું કે, એક ટેલિફોનિક વાતચીત થઈ છે, જે મેં રેકોર્ડમાં રાખી છે. જ્યાં એક જવાબદાર વ્યક્તિ કહે છે કે બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને પાછો ખેંચો, તમારા રાજકીય આકાઓ સાથે રમશો નહીં. મેં તરત જ આ મામલો સીબીઆઈ સમક્ષ મૂક્યો અને તેમને કહ્યું કે તેમની તપાસમાં અવરોધ આવી રહ્યો છે.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ