GSTV
Gujarat Government Advertisement

મોટો ચુકાદો/ લોકડાઉનમાં બંધ રહી સ્કૂલો તો ભરવી પડશે કેટલી ફી? સુપ્રીમે વાલીઓના હિતમાં લીધો આ નિર્ણય

ફી

Last Updated on May 4, 2021 by Bansari

સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાનની 36 હજાર બિન સહાયિત ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15 ટકા ઓછી ફીસ વસૂલે. આ ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફીસની ચુકવણી ન થવા પર કોઇપણ વિદ્યાર્થીને વર્ચુઅલ અથવા સ્થિતિ સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થવાથી ન રોકી શકાય. સાથે જ તેમનુ પરીક્ષાનું પરિણામ પણ ન રોકી શકાય.

હાઇકોર્ટનો ચુકાદો યથાવત

સુપ્રીમે રાજસ્થાન હાઇ કોર્ટના આદેશને યથાવત રાખ્યો જેમાં રાજસ્થાન વિદ્યાલય કાયદા 2016 અને સ્કૂલોમાં ફી નક્કી કરવા અંગેના કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમની માન્યતાને આપવામાં આવેલા પડકારને ફગાવી દેવામાં આવ્યો હતો.

ફી

6 સમાન હપ્તામાં ફીની ચુકવણી

જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પીઠે 128 પેજના પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ દ્વારા ફીની ચુકવણી છ સમાન હપ્તામાં કરવામાં આવશે. બેંચે કહ્યું કે તે વાતને પણ નકારી ન શકાય કે મહામારીના કારણે લાગુ સંપૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ છે. તેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે.

ફી

સ્કૂલ ઇચ્છે તો વિદ્યાર્થીઓને આપી શકે છે વધુ છૂટ

જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરીઓ ગુમાવી. આ ચુકાદામાં કહેવામાં આવ્યું, અપીલકર્તા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2019-20 માટે વર્ષ 2016ના કાયદા અંતર્ગત નિર્ધારિત વ્યવસ્થા અનૂરૂપ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવામાં આવેલી સુવિધાઓને ધ્યાનમાં લેતા ફી 15 ટકા ઓછી લેવામાં આવે. જો સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને વધુ છૂટ આપવા માગે તો આપી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!