GSTV

સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટના વિસ્તાપિતોને હટાવવાની ડેડલાઇન વધારવાનો SC નો ઇનકાર

Last Updated on August 8, 2017 by

સુપ્રીમ કોર્ટે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટના વિસ્થાપિતોને હટાવવાની સમયમર્યાદાને વધારવાનો ઇનકાર કર્યો છે.

મધ્યપ્રદેશની સરકારે કહ્યું છે કે, તે વિસ્થાપિતો માટે તમામ વ્યવસ્થા કરી રહી છે. આ પહેલા ડૂબમાં ગયેલા વિસ્તારોના વિસ્થાપિતોને બળજબરીથી હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ હતી. અરજીમાં વિસ્થાપિતોને હટાવવા માટે 31 જુલાઈની સમયમર્યાદાને આગળ વધારવાની માગણી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં 40 હજાર પરિવારો અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને 192 ગામડા તેમાં સામેલ છે. મોટાભાગના વિસ્થાપિતોને વૈકલ્પિક જગ્યા મળી નથી અને તેવામાં વહીવટી તંત્ર આ લોકોને ટીન શડેમાં રાખી રહ્યું છે. ટીન શેડમાં પરિસ્થિતિ ઠીક નથી. તેવામાં વિસ્થાપિત થનારા લોકોને સમય મળવો જોઈએ અને જેથી તેઓ યોગ્ય રીતે અન્ય સ્થાનો પર જઈ શકે.

Related posts

દુર્ઘટના/ મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Bansari

પરીક્ષાનો ભય/ ‘નીટ’ના હાઉથી ચાર દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓની આત્મહત્યા, રાજ્યમાં પરીક્ષાનો વિરોધ

Damini Patel

કોરોના/ દેશમાં ચાર દિવસ બાદ ફરી કેસનો આંકડો 30 હજારને પાર, એક દિવસમાં આટલા લોકોને ભરખી ગયો વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!