GSTV

ન્યાયાધીશોની નિયુક્તિના પ્રસ્તાવ મામલે કેન્દ્રે સુપ્રીમના કોલેજિયમને મોકલી વિગતો

Last Updated on August 1, 2018 by Karan

કેન્દ્ર સરકારે ન્યાયાધીશોની નિયુક્તિના પ્રસ્તાવમાં પરિવારવાદના મામલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમને આઈનો દેખાડવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે પહેલીવાર ન્યાયાધીશોની નિમણૂક માટે મોકલવામાં આવેલા નામમાં સામેલ વકીલો અને પ્રવર્તમાન તથા સેવાનિવૃત્ત ન્યાયાધીશો સાથેના સંબંધોનો ઉલ્લેખ કરીને તેને સુપ્રીમ કોર્ટના કોલેજિયમને મોકલ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટના કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી 33 ભલામણોમાંથી ઓછામાં ઓછા 11 વકીલો અને તેમના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે અલ્હાબાદ કોલેજિયમ દ્વારા ફેબ્રુઆરીમાં મોકલવામાં આવેલા 33 વકીલોની યાદીને પોતાની જાણકારી સાથે સુપ્રીમ કોર્ટના કોલેજિયમને સોંપી છે.

કેન્દ્ર સરકારે વકીલોની યોગ્યતા, અંગત અને વ્યવસાયિક ઈમાનદારી સહીતના ન્યાયિક વર્તુળોમાં તેમની શાખ જેવા મામલાઓ સંદર્ભે પોતાના તપાસ નિષ્કર્ષોથી સુપ્રીમ કોર્ટના કોલેજિયમને અવગત કરાવ્યું છે. સરકારે પ્રવર્તમાન અને નિવૃત્ત ન્યાયાધીશો સાથે ઉમેદવારોના સંબંધોને પણ પોતાના નિષ્કર્ષોમાં સામેલ કર્યા છે. કેન્દ્ર સરકારે અન્ય સક્ષમ વકીલો માટે પણ સમાન અવસર મળવા સંદર્ભે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સાથે પરિવારવાદની વ્યાપક વિગતોને પણ રજૂ કરી છે. સરકારે 33 ભલામણોમાંથી માત્ર 11થી 12 વકીલો ન્યાયાધીશ બનવા માટે સક્ષમ હોવાનું માન્યું છે. ફેબ્રુઆરીમાં અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણોમાં એસસી-એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ નહીવત છે. ભલામણોમાં ઊંચી જાતિ અને ખાસ કરીને એક જાતિનું પ્રતિનિધિત્વ અડધો ડઝનથી વધારે છે. કેન્દ્ર સરકાર આ વાત કોલેજિયમના ધ્યાન પર મૂકી છે.

અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી બે વર્ષ પહેલા આવી જ ભલામણો કરવામાં આવી હતી. તે વખતે હાઈખોર્ટ કોલેજિયમે ત્રીસ વકીલોના નામ મોકલ્યા હતા. તે વખતે મુખ્ય ન્યાયાધીશ પદે આસિન જસ્ટિસ ટી. એસ. ઠાકુરે 11 વકીલોના નામ નામંજૂર કરીને 19 ઉમેદવારોની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. 2016ની યાદીમાં પણ ન્યાયાધીશો અને નેતાઓના સગા-સંબંધી સામેલ હતા.

અંગ્રેજી અખબારના 12મી માર્ચના અહેવાલમાં કહેવામાં આવ્યું હતુ કે અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ ન્યાયાધીશના બનેવી, એકના પિતરાઈ બાઈ સિવાય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોના સંબંધીઓ સામેલ હતા. 15મી એપ્રિલે અંગ્રેજી અખબારમા પ્રકાશિત થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પરિવારવાદનો મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે અને અલ્હાબાદ બાર એસોસિએશનને મળેલી ફરિયાદોના આધારે કાયદા મંત્રાલય પારદર્શક પ્રક્રિયા અપનાવી રહ્યું છે.

Related posts

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!