GSTV
Home » News » દિલ્હી પર કોનો હશે અધિકાર ? આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

દિલ્હી પર કોનો હશે અધિકાર ? આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

prashant bhushan news

દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજ્યપાલ વચ્ચે અધિકારને લઈને છેડાયેલી જંગ મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. ગત સપ્તાહે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીમાં સત્તા માટે શરૂ થયેલા ઘમાસાણનો અંત આવશે. કોર્ટેના દિશા નિર્દેશથી દિલ્હી સરકાર અને એલજી વચ્ચે એન્ટી કરપ્શન બ્રાંચ સહિતની એજન્સીઓ પર ચાલી રહેલો ગતિરોધ હમેશા માટે  દૂર થઈ જશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે હમેશા વિવાદ થતો આપ્યો છે. કેજરીવાલનું કહેવુ છે કે, દિલ્હીમાં શાસન વ્યવસ્થાને ચલાવવાનો પહેલો અધિકાર દિલ્હીની જનતા દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર પાસે હોય છે. પરંતુ દિલ્હીના રાજ્યપાલ તેમાં સતત હસ્તક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એકે સીકરીની ખંડ પીઠ આજે આ મામલે ચૂકાદો  આપશે.

Related posts

દેશની આ દિકરીને હજુ મળ્યો નથી : નિર્ભયાના હત્યારાઓ પૈકી એક તો જેલમાંથી છૂટી ગયો, આ છે સ્થિતિ

Karan

એન્કાઉન્ટર આ પ્રકારની સમસ્યાનું સમાધાન નથી, ભાજપના સાંસદે ઉઠાવ્યા સવાલ

Mayur

સાબરડેરીમાં ભરતી કૌભાંડની શંકા : નોકરી માટે 15થી 22 લાખ રૂપિયાનો ભાવ બોલાયો, થયો મોટો ખુલાસો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!