GSTV
India ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટ : આધારકાર્ડને બૅન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2018

ભારત સરકારની કલ્યાણ યોજના હેઠળ આપવાના થતાં નાણાંની ચૂકવણી કરી શકાય તે માટે આધારકાર્ડને બૅન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવાની વચગાળાની ડેડલાઈન 31મી માર્ચને લંબાવવાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે.

આ અગાઉ 13મી માર્ચે સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન અને બૅન્ક એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરવાની ડેડલાઈન અનિશ્ચિત સમય સુધી લંબાવી આપવાની જાહેરાત કરી હતી. ભારત સરકારના કોન્સોલિડેટેડ ફંડમાંથી કલ્યાણ યોજનાઓ હેઠળના લાભની રકમ ટ્રાન્સફર કરી આપવા માટે લાભાર્થીના 12 આંકડાના નેશનલ બાયોમેટ્રિક આઈડેન્ડિફાયર નંબરને લિન્ક કરી દેવા સરકારને અને તેની એજન્સીઓને છૂટ આપી હતી.

પાંચ જજની બેન્ચ સમક્ષ આધારને બૅન્ક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સાથે જોડવાની મુદતને વધુ લંબાવી આપવાની માગણી કરતી રજૂઆત કરવામાં આવી હતી. યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ આજે કરેલા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે આ જ રીતે થયા કરશે તો અબજો વર્ષ સુધી આ સિસ્ટમ અમલમાં જ આવી શકશે નહિ.

સરકારી યોજનાઓમાં આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને કારણે સફળતાનો દર વધીને 88 ટકાની સપાટીએ પહોંચી જશે તેવી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કરવામાં આવેલી રજૂઆતને સિનિયર એડવોકેટ કે.વી. વિશ્વનાથેને પકડી લીધી હતી. તેમણે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે 14 કરોડ લોકો તેના લાભથી વંચિત રહી જાય તે બહુ જ મોટી બાબત કહેવાય. તેથી વચગાળાનો આદેશ કરીને 31મી માર્ચની ડેડલાઈન લંબાવી આપવાની માગણી તેમણે કરી હતી.

જો કે આ કલ્યાણ યોજનાના લાભથી કોઈ જ વંચિત રહી જતું નથી તેવી દલીલ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કરી હતી. યોજના હેઠળ મળવા પાત્ર લાભથી વંચિત રહી ગયા હોય તેવો એક પણ કેસ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકારી તંત્રમાં સફળતાની ટકાવારી 88 ટકા, બૅન્કમાં 95 ટકા અને ટેલિકોમમાં સફળતાની ટકાવારી 97 ટકાની છે. તેમણે કહ્યું હતું કે સ્થાપિત હિતોને કારણે જ સરકારી યોજનાઓમાં સફળતાનો દર નીચો જોવા મળ્યો હતો. ટેલિકોમ કંપનીઓએ 67 કરોડ સીમ કાર્ડ વેચ્યા છે. તેમાં આધાર ઓથેન્ટિકેશન લેવામાં આવ્યું છે.

આગામી જુલાઈ મહિનાથી આ ઓથેન્ટિકેશનની પ્રક્રિયામાં ચહેરાને ઓળખવાની ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે. તેથી વ્યક્તિને ઓળખી કાઢવાની પ્રક્રિયા વધુ ચોકસાઈપૂર્ણ બનશે, એણ યુડીએઆઈના સીઈઓએ જણાવ્યું હતું. ખાનગી એજન્સીઓ દ્વારા આ ચકાસણી ન કરવામાં આવે અને બૅન્કમાં જ તેની ચકાસણી કરવામાં આવે તેની તકેદારી લેવામાં આવી રહી છે.

PANને આધારને લિન્ક કરવાની મુદત CBDTએ ૩૦મી જૂન કરી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે પૅન અને આધાર લિન્ક કરવાની મુદત આગામી ૩૦મી જૂન સુધી લંબાવી આપવામાં આવી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર સાથે આધાર કાર્ડની વિગતોને લિન્ક કરવાની સમય મર્યાદા સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે લંબાવીને ૩૦મી જૂન કરી આપી છે.

પરમેનન્ટ એકાઉન્ટ નંબરને કરદાતાના બાયોમેટ્રિક આધારકાર્ડ સાથે લિન્ક કરવાની મુદતમાં આ સાથે જ ચોથીવાર વધારો કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પૂર્વે આધારને પૅનકાર્ડ સાથે લિન્ક કરવાની મુદત લંબાવી આપવાના કરેલા નિર્ણયને પરિણામે જ સીબીડીટીએ આ મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે સુપ્રીમ કોર્ટે આ મુદત લંબાવવાની ના પાડી દીધી છે.

કુલ 33 કરોડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઇશ્યૂ કરવામાં આવેલા છે. તેમાંથી 16.5 કરોડ પૅન નંબરને આધારકાર્ડ સાથે લિન્ક કરી દેવામાં આવ્યા છે. સરકારે આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટે આધાર કાર્ડને લિન્ક કરવાનું ફરજિયાત બનાવી દીધું છે.

આવકવેરા ધારાની કલમ 139 એએ (2)માં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પાસે પહેલી જુલાઈ 2017ના દિને પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે અને જે આધાર કાર્ડ મેળવવાની પાત્રતા ધરાવે છે તેમણે તેમનો આધારકાર્ડ નંબર આવકવેરા ખાતાના સત્તાવાળાઓને ફરજિયાત જણાવવાનો રહેશે.

બૅન્ક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સાથે જોડવાથી 95 ટકા લોકોને સલામતી મળી હોવાથી નિર્ણય લીધો આધારકાર્ડના ઓથેન્ટિકેશનની માહિતી વેપાર કરતી ખાનગી કંપનીઓ સુધી ન પહોંચે તે જરૂરી.

સુપ્રીમની તાકીદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે આધારકાર્ડનું ઓથેન્ટિકેશન કરાવવા માટે કરવામાં આવતી કવાયતની સાથે જ દેશના નાગરિકને લગતી સંવેદનશીલ માહિતી વાણિજ્યિક લાભ માટે ખાનગી સંસ્થાઓને આપી દેવા સામે સલામતી કવચ ઊભું કરવાની જરૂરિયાત પર પણ સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો હતો.

ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે એવી દલીલ કરી હતી કે હું કોઈ પિઝાની ચેઈનમાંથી રેગ્યુલર પિઝાનો ઓર્ડર આપતો હોઉં અને તે ચેઈન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સાથે તેને લગતી માહિતીની આપલે કરે તો તેની અસર તેના ભાવિ વહેવારો પર પડી શકે છે.

વીમા કંપનીઓમાં લાઈફસ્ટાઈલ એક મહત્વની બાબત બની રહે છે. આ વેપારની દ્રષ્ટિએ સંવેદનશીલ માહિતી છે. આ માહિતીની આપ-લે થતી અટકાવવા માટે કોઈ નક્કર રક્ષણ મળતું નથી. જોકે આધાર એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ આ પ્રકારની માહિતીની આપલે કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે.

સોશિયલ મીડિયના વપરાશકારોને CERTની ચેતવણી આધાર અને મતની પસંદગી જેવી વિગતો સોશિયલ મીડિયામાં શેર ન કરો ફેસબુકમાંથી ડેટા ચોરીનો કેસ સપાટી પર આવ્યા પછી દિશાનિર્દેશ જારી ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સીએ ઇન્ટરનેટ ઉપયોગકર્તાને ડેટા ચોરી અંગે સચેત રહેવા જણાવ્યું છે અને મતની પસંદગી તથા આધાર સહિતની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવા સામે ચેતવણી આપી છે.

ફેસબુકની ડેટા ચોરી એક ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસપોન્સ ટીમ ઓફ ઇન્ડિયા(સીઇઆરટી-ઇન)એ ફેસબિક સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓ માટે એડવાઇઝરી જારી કરી મતની પસંદગી તથા આધારની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવા સામે ચેતવણી આપી છે.

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાના ઉપયોગકર્તાઓએ પોતાનો સત્તાવાર ડેટા અને અંગત રહસ્યો સોશિયલ મીડિયાના મેસેજિંગ પ્લેટફોર્મ પર શેર કરવા નહીં. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર મતની પસંદગી, પીન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની વિગતો, બેંકની વિગતો, પાસપોર્ટની માહિતી, આધાર કાર્ડની સહિતની કોઇ પણ અંગત માહિતી શેર ન કરવી જોઇએ.

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla

ચાર કરોડ માટે દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવતા દિલીપ આહીરે કરી લીધો આપઘાત, આરોપીઓએ ફિલ્મી સ્ટોરીને પણ આંટી મારે એવો ઘડ્યો પ્લાન!

Nakulsinh Gohil
GSTV