સુપ્રીમ કોર્ટ : આધાર સર્વશ્રેષ્ઠ મોડલ નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાભ પહોંચાડવા માટે આધાર સર્વશ્રેષ્ઠ મોડલ હોવાના મામલે તેઓ આશ્વસ્ત નથી.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું છે કે તેઓ એ વાતને લઈને આશ્વસ્ત નથી કે આધાર દ્વારા લોકો અને અધિકારીઓને આમને-સામને લાવવાનું સર્વશ્રેષ્ઠ મોડલ છે. પરંતુ સરકારે કલ્યાણકારી યોજનાઓનો ફાયદો પહોંચાડવા માટે તેમના સુધી પહોંચવું જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણી ખંડપીઠ આધાર અને તેની સાથે સંબંધિત 2016ના કાયદાને પડકારનારી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

આ મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે કહ્યુ છે કે તેઓ એ વાતને લઈને આશ્વસ્ત નથી કે આ સર્વશ્રેષ્ઠ મોડલ છે. વ્યક્તિએ એક અરજદાર હોવું જોઈએ નહીં. સરકારે તેની પાસે જવું જોઈએ અને તેને લાભ પ્રદાન કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે યુઆઈડીએઆઈનું કહેવું છે કે આધાર ઓળખ કરવાનું એક માધ્યમ છે. પરંતુ કોઈએ આનાથી બહાર કરવા જોઈએ નહીં. યુઆઈડીએઆઈ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ કહ્યુ હતુ કે લોકો ગરીબીમાંથી મુક્ત થાય તેવું સુનિશ્ચિત કરવા માટે વિકાસ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે એક તરફ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવાના છે. તો બીજી તરફ તેમના અંગતપણાનો અધિકાર પણ છે.

યુઆઈડીએઆઈએ માથે મેલું ઉપાડનાર અને વેશ્યાવૃત્તિ જેવી સામાજિક બુરાઈઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે કાયદા હોવા છતાં આ બુરાઈઓ સમાજમાં વ્યાપ્ત છે અને સુપ્રીમ કોર્ટે નાગરિકોના મૂળભૂત અધિકારોના નિપટારા માટે સંતુલન બનાવવું જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter