GSTV

કર્ણાટક મુદ્દે સુપ્રીમે જે સુનાવણી આપી તેનાથી કુમારસ્વામી ખુશખુશાલ થઈ જશે

કર્ણાટકના વિવાદમાં કુમાર સ્વામી સરકારને તત્કાળ બહુમતી પુરવાર કરવાનો આદેશ આપો અને તત્કાળ આ મુદ્દાની સુનાવણી કરો એવી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

કર્ણાટક વિધાનસભાના બે અપક્ષ સભ્યો આર શંકર અને એચ નાગેશે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી કે, રાજ્ય સરકારને તાબડતોબ બહુમતી પુરવાર કરવાનો આદેશ આપવો અને સુપ્રીમ કોર્ટે કર્ણાટકના વિવાદની સુનાવણી તત્કાળ કરવી. આ બંને સૂચન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા.

અત્યાર અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાન કુમાર સ્વામી અને કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુરાવે સુપ્રીમમાં એવી અરજી કરી હતી કે, 17મી જુલાઇના તમારા આદેશ અંગે સ્પષ્ટતા કરો.

17મી જુલાઇએ સુપ્રીમ કોર્ટે વચગાળાના ચુકાદામાં કહ્યું હતું કે રાજીનામું આપનારા 15 વિધાનસભ્ચો પર ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા દબાણ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ પંદર જણના રાજીનામા અંગે સ્પીકર સમયસર નિર્ણય લે. દરમિયાન રાજીનામું આપનારા સભ્યોની ઇચ્છા હોય તો ગૃહમાં જઇ શકે છે અને ન જવું હોય તો ન જાય.  આથી મામલો વધુ ગૂ્ંચવાયો હતો.

READ ALSO

Related posts

સ્વદેશ પાછા ફરી રહેલાં નેપાળીઓ ઉપર પોતાના જ દેશની પોલીસે કર્યો લાઠીચાર્જ

Karan

Corona ઇફેક્ટ: અછતના નામે કાળા બજારી શરૂ, દુકાનોમાં સિંગતેલના સહિતના ખાદ્યતેલના ડબ્બા ખૂટી પડ્યા

Bansari

કોરોનાનાં કહેર બાદ ચીન પર આવી નવી આફત, સિચુઆન પ્રાંતનાં જંગલમાં ફાટી નીકળી આગ

Karan
Do NOT follow this link or you will be banned from the site!