GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

લોકડાઉનથી વધી રહેલાં પલાયનને રોકી યોગ્ય સુવિધા પાડવા કેન્દ્રને Supreme Courtનો આદેશ

PM Cares Fund

કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જોકે તેને કારણે હજારો મજૂરો પલાયણ કરવા મજબુર થયા છે. અચાનક જ લોકડાઉન જાહેર થતા કોઇ વાહનની સુવિધાના અભાવે આ મજૂરો પગપાળા જ અનેક કિલો મિટર સુધી ચાલીને પહોંચ્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. Supreme Courtએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે મજૂરોના રહેવા, જમવા સહિતની સુવિધા તાત્કાલીક ધોરણે કરવામાં આવે. 

વેબસાઇટ શરુ કરવાનો આદેશ

આ સાથે જ કોરોના વાઇરસ અંગે લોકો સુધી માહિતી પહોંચી રહે તે માટે કેન્દ્ર સરકાર એક વેબસાઇટ પણ શરુ કરે તેવો આદેશ આપ્યો હતો. Supreme Courtના મુખ્ય ન્યાયાધીશ શરદ એ. બોબડેએ વીડિયો કોન્ફરન્સની મદદથી આ અરજીઓની સુનાવણી કરી હતી. સરકારને સાથે એવો પણ આદેશ આપ્યો હતો કે આ મજૂરોનું કાઉન્સેલિંગ કરવા માટે ધર્મગુરુઓથી લઇને જેની પણ જરુર પડે તેની મદદ લેવામાં આવે. અને કોઇ પણ મજૂર ભૂખ્યો ન રહે તેની સરકાર તકેદારી રાખે તેવો આદેશ પણ આપ્યો હતો. 

એક્સપર્ટ કમિટી બનાવવા કહ્યુ

Supreme Courtએ કહ્યું હતું કે એક એક્સપર્ટ કમિટીની રચના પણ કરવામાં આવે, સાથે જે વેબસાઇટ બનાવવામાં આવે તેના પર કોરોના વાઇરસ અંગેના ફેક સમાચારો કે માહિતીથી લોકોને સજાગ કરવામાં આવે. લોકોમાં જે ડર ફેલાયો છે તે વાઇરસ કરતા તેમના જીવનને વધુ અસર કરશે. માટે આ ડરને દુર કરવો પણ એટલો જ જરુરી છે જેટલો આ વાઇરસ ફેલાતો અટકાવવો. આ માટે સરકાર મજૂરોથી લઇને લોકોનું કાઉન્સેલિંગ કરવા માટે નિષ્ણાંતોની મદદ લે. આ ઉપરાંત તાત્કાલીક મજૂરોના સ્થળાંતરને રોકવામાં આવે અને તેમના માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. તેમને ભોજન, દવાઓ સહિતની યોગ્ય સામગ્રી પુરી પાડવામાં આવે.

Supreme Courtમાં મજૂરોના થઇ રહેલા પલાયણ અંગે પીઆઇએલ દાખલ થઇ હતી જેની સુનાવણી વેળાએ આ આદેશો આપવામાં આવ્યા છે સાથે સરકાર પાસેથી કામગીરીનો રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો, આ અંગે હવે વધુ સુનાવણી આગામી સાતમી એપ્રીલે કરવામાં આવશે.  

READ ALSO

Related posts

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

Nilesh Jethva

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!