GSTV

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર પર લાલ આંખ, ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકપાલની નિમણુંક

supreme court on ayodhya

ગત લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે લોકપાલની નિમણુંક કરવા પર પણ ભાર મુક્યો હતો. જોકે સરકારનો કાર્યકાળ પુરો થવા આવ્યો હોવા છતા સરકાર લોકપાલની નિમણુંક નથી કરી શકી જેને પગલે ભ્રષ્ટાચાર નાબુદીના સરકારના દાવા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે લોકપાલ ભ્રષ્ટાચાર નાબુદી માટે અતી મહત્વના માનવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટે લોકપાલના નામની ભલામણ ફેબ્રુઆરીના અંત સુધીમાં કરી દેવા માટે પસંદગી સમીતીને આદેશ આપ્યો છે.

દેશભરમાં લોકપાલ માટે આંદોલન થયા હતા જોકે તેમ છતાં આટલા વર્ષો વીતી ગયા છતાં તેની નિમણુંક ન થતા સુપ્રીમ કોર્ટે પણ લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે પસંદગી સમીતીને આદેશ આપ્યો છે કે કોઇ પણ સંજોગોમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકપાલની નિમણુંક કરી લેવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત બેંચે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે લોકપાલની પસંદગી સમીતીને યોગ્ય માળખુ ઘડી આપવામાં આવે અને જે પણ લોકોની જરુર પડે તેને પણ આ સમીતીને આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત એલ.એન. રાવ અને એસ.કે. કૌલના સમાવેશ વાળી સુપ્રીમની બેંચે જણાવ્યું હતું કે હવે આ મામલે કોર્ટ આગામી સાતમી માર્ચે વધુ સુનાવણી હાથ ધરશે.

સરકાર વતી દલિલ કરી રહેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે એવો દાવો કર્યો હતો કે લોકપાલની પસંદગી કરવામાં કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી છે જેમ કે પસંદગી માટેની પ્રક્રિયાને પહોંચી વળવા માટે યોગ્ય માળખુ તૈયાર નથી. સાથે પુરતા માણસો પણ નથી. આ પહેલા ચાર જાન્યુઆરીએ લોકપાલ નિમણુંક માટે અત્યાર સુધી શું શું પગલા લેવામાં આવ્યા તેનો  સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. એક એનજીઓ વતી દલિલ કરતી વેળાએ વકીલ પ્રશાંત ભુષણે જણાવ્યું હતું કે સરકારે લોકપાલ નિમણંુક માટે કોઇ જ પગલા નથી લીધા, એલટુ જ નહીં પસંદગી સમીતીના સભ્યો કોણ છે તેની માહિતી પણ વેબસાઇટ કે અન્ય કોઇ રીતે જાહેર નથી કરી.

સરકારે અગાઉ પણ પોતાના બચાવમાં વિવિધ કારણો આપ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. આ પહેલા ગત વર્ષે જુલાઇ માસમાં સુપ્રીમ કોર્ટને એવી જાણ કરવામાં આવી હતી કે લોકપાલ પસંદગી સમીતિમાં કુલ સાત સભ્યોની પસંદગી કરવામાં આવે છે જેમાં ચેરપર્સન પાસે ભ્રષ્ટાચાર વિરોધી અનુભવો હોવા જરુરી છે. બાદમાં સરકારે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આઠ સભ્યોની એક કમીટીની રચના લોકપાલ પસંદગી માટે કરી હતી. જોકે હજુ સુધી કોઇ નિમણુંક નથી થઇ શકી.

Related posts

ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત

Pravin Makwana

પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર

Pritesh Mehta

સફળતા/ Elon Muskની કંપની SpaceXએ આ સપ્તાહે ઇતિહાસ રચ્યો, ભારતનો તોડી નાખ્યો રેકોર્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!