GSTV
Gujarat Government Advertisement

આવકવેરા રિટર્ન ભરતા હોય તો સાવધાન, સુપ્રીમ કોર્ટે આટલુ જોડવાનું કર્યું ફરજીયાત

Last Updated on February 7, 2019 by

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરતી વખતે આધાર સાથે પાન કાર્ડનો જોડવું ફરજીયાત છે. જસ્ટિસ એ.કે.સિકરી અને એસ. અબ્દુલ નઝીરની બેંચે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે આ મામલે ક્યારનો જ નિર્ણય આપી દીધો હતો અને આવક વેરા ધારાની કલમ ૧૩૯ એએને માન્ય રાખી હતી.

શ્રેયા સેન અને જયશ્રી સતપુતે  દ્વારા નામના બે કરદાતાઓને આધાર સાથે પાન કાર્ડ વગર પણ વર્ષ ૨૦૧૮-૧૯નો રિટર્ન ભરવા મંજૂરી આપતા દિલ્હી હાઇકોર્ટના ઓર્ડર સામે  કેન્દ્ર સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી.

‘આ અંગેનો કેસ  સુપ્રીમ કોર્ટમાં પડતર અને વિચારણા હેઠળ હોવાની નોંધ લીધા વગર દિલ્હી હાઇકોર્ટે ઓર્ડર આપ્યો હતો. એટલા માટે કોર્ટે  આવક વેરા ઘારાની કલમ ૧૩૯ એ એની માન્યતાના યથાવત રાખી હતી. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેતાં આધાર સાથે પાન કાર્ડને જોડવું ફરજીયાત છે’ એમ બેંચે કહ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે  વર્ષ ૨૦૧૮-૧૯ના આકરણી વર્ષના  સબંધમાં અમને જાણ કરવામાં આવી હતી કે બે કરદાતાઓએ દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરના પગલે આવક વેરા રિટર્ન ભર્યા હતા અને તેમની આકરણી પણ પુરી કરી દેવામાં આવી હતી.’ એટલા માટે અમે સ્પષ્ટ કરી દઇએ કે વર્ષ ૨૦૧૮-૧૯ની આકરણી માટે આવક વેરા રિટર્ન અમે આપેલા ઓર્ડર પ્રમાણે જ ભરવામાં આવશે અને  સ્પેશિયલ લીવ પીટીશનનો અમે નિકાલ કરીએ છીએ’એમ બેંચે કહ્યું હતું.

અરજદારોએ હાઇકોર્ટને કહ્યું હતું કે ઓર્ડર અને અમારા અનેક પ્રયાસો છતાં પણ અમે રિટર્ન ભરી શક્યા નહતા. વેબસાઇટ પર ઇ પાઇલિંગ કરતી વખતે આધાર નંબર અથવા તો આઘાર ભરવામાંથી મૂક્તિ માટે કોઇ જ માહિતી ઉપલબ્ધ નથી.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!